- બોટાદ જિલ્લામાં ડૉ. ધર્મેશ વ્યાસે લીધી પ્રથમ વેક્સિન
- 3216 લોકોએ કરાવ્યું કોરોના વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન
- બોટાદમાં 88 લોકોને આપવામાં આવી વેક્સિન
- ભીમનાથ આરોગ્ય કેન્દ્ર ખાતે 70 લોકોને આપવામાં આવી કોરોના વેક્સિન
બોટાદ : સમગ્ર દેશ કોરીનાની મહામારીમાં ચિંતિત હતો. ત્યારે વેક્સિન ક્યારે આવશે, લોકોને વેક્સિન ક્યારે મળશે, આવા અનેક સવાલોનો આજે અંત આવ્યો છે. સમગ્ર દેશ સાથે શનિવારે ગુજરાતમાં પણ રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે બોટાદમાં પણ કોરોના વેક્સિન આપવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
ડૉ. ધર્મેશ વ્યાસ બોટાદ જિલ્લામાં પ્રથમ વેકસિન લેનારા વ્યક્તિ બન્યા
પ્રથમ તબક્કામાં 4000 વેક્સિનનો ડોઝ બોટાદ જિલ્લાને આપવામાં આવ્યો છે. જેમાં પ્રથમ ડૉકટર અને પેરામેડીકલ સ્ટાફને કોરોના વેક્સિન આપવામાં આવશે. જેમાં જિલ્લામાં 3,216 ડૉક્ટર અને પેરામેડીકલ સ્ટાફનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લામાં ડૉ. ધર્મેશ વ્યાસ બોટાદ જિલ્લામાં પ્રથમ વેકસિન લેનારા વ્યક્તિ બન્યા હતા. કોરોના વેક્સિન લીધા બાદ ધર્મેશ વ્યાસે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોરોના વેક્સિન દરેક નાગરિકે લેવી જોઇએ અને કોરોના વેક્સિન બાબતોની અફવાથી બચવું જોઇએ.