- બોટાદમાં કોંગ્રેસ પ્રવક્તાએ વોર્ડ મુજબ યોજ્યું જનસંપર્ક અભિયાન
- ત્રણ દિવસ સ્થાનિક પ્રશ્નો સાથે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે
- 11 વૉર્ડમાં 20 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી જન સંપર્ક અભિયાન
- બોટાદ શહેરને સુંદર કઈ રીતે બનાવવું તે અંગે કરવામાં આવશે ચર્ચાઓ
- 25 વર્ષમાં ભાજપ દ્વારા અવેડા ગેઈટની ગંદકી દૂર નથી કરાઈ
બોટાદઃ શહેરમાં સ્થાનિક સ્વરજની ચૂંટણી અંગે ગુજરાત પ્રવક્તા મનહર પટેલ દ્વારા શહેરમાં વોર્ડ વાઈસ સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બોટાદ નગરપાલિકાની ચૂંટણી ને ધ્યાને રાખી શહેરમાં 22 જાન્યુઆરી સુધી એમ ત્રણ દિવસ સ્થાનિક પ્રશ્નો સાથે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
કુલ 11 વોર્ડમાં જનસંપર્ક અભિયાનથી સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા કરાશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પ્રદેશ સમિતિ દ્વારા સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આગામી સિવસોમાં આવનારી બોટાદ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી શહેરના કુલ 11 વોર્ડમાં 20 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી એમ 3 દિવસ સ્થાનિક પ્રશ્નો સાથે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ, નિરીક્ષક હરેશ કલસરિયા, ભરત કોટિલા સહિત સ્થાનિક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો આ સંપર્ક અભિયાનમાં હાજર રહ્યા હતા.
11 વોર્ડમાં આ જ પ્રમાણે બેઠક કરાશે
મનહર પટેલે આ અંગે જણાવ્યું કે, ખેડૂત બચાવો ખેતી બચાવો આ સૂત્રને બુલંદ કરવા માટે કાર્યકર્તાઓની સાથે સાથે આગેવાનો અને લોકોની વચ્ચે આ વાત મૂકી છે અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 11 વોર્ડમાં આ પ્રમાણે બેઠક થશે. તેમ જ આગામી દિવસોમાં સંકલ્પ પત્ર જાહેર કરશે અને બોટાદને સુંદર કઈ રીતે બનાવવું અને 25 વર્ષમાં ભાજપ દ્વારા અવેડા ગેઈટની ગંદકી દૂર ન કરી અને તેનો અફસોસ લોકો કરી રહ્યા છે. તેવા મુદ્દાઓ સાથે ચચોઓ કરવામાં આવી હતી.