ETV Bharat / state

ગઢડા પેટા ચૂંટણી: કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલના ભાજપ પર પ્રહાર - Gadda seat by election

ગઢડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને શહેરના કોંગ્રેસ કાર્યાલય ખાતે પાર્ટી પ્રવક્તા મનહર પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, ભાજપના 25 વર્ષના શાસનમાં વિકાસના કોઈ જ કામ થયા નથી.

કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલના ભાજપ પર પ્રહાર

author img

By

Published : Oct 21, 2020, 7:12 PM IST

  • ગઢડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી
  • કોંગ્રેસ પ્રવક્તાના ભાજપ પર પ્રહાર
  • મનહર પટેલની પત્રકાર પરિષદ

ગઢડા: ગઢડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં ગઢના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરતાં મનહર પટેલે કહ્યું કે, 25 વર્ષના શાસનમાં વિકાસના કોઈ જ કામ થયા નથી. સાથે જ તેમણે કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીના સમર્થનમાં પ્રચાર પણ કર્યો હતો.

વધુમાં મનહર પટેલે જણાવ્યું કે, ગઢડાના મુખ્ય પ્રશ્નોમાં બંધ થયેલી રેલવે, હોસ્પિટલમાં ડોક્ટર્સની અછત, પશુ દવાખાનાનો પ્રશ્ન, ખેડૂતોનો પ્રશ્ન ,સ્કૂલોનો પ્રશ્ન અને ગઢડાને યાત્રાધામમાં સમાવેશ કરવાના પ્રશ્નો સહિત અનેક પ્રશ્નો પડતર છે. વધુમાં તેણે ભાજપ પર કોંગ્રેસના 8 ધારાસભ્યોને પૈસા દઈને ખરીદવાનો આક્ષેપ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.