- હનુમાનજી દાદાને રાષ્ટ્રીય ધ્વજનો કરાયો શણગાર
- દાદાના દર્શનથી ભક્તોએ અનુભવી ધન્યતા
- સંપૂર્ણ મંદિરમાં દેશ ભક્તિની લહેર છવાઈ
બોટાદ: જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર જ્યાં દેશ વિદેશથી હરિ ભક્તો દર્શન કરવાં માટે આવતા હોય છે. તેમજ કહેવાય છે કે, શ્રધ્ધાનું બીજુ નામ એટલે સાળંગપુર ધામ જ્યાં રોજ મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન માટે આવતા હોય છે. તેમજ હનુમાનજી દાદાને અલગ અલગ તહેવાર કે પછી શનિવાર હોઈ ત્યારે અન્નકુટ સહિત અનેક કર્યક્રમો કરવામાં આવતા હોય છે.
પ્રજાસત્તાક દિવસ નિમિત્તેેે હનુમાનજી દાદાને રાષ્ટ્રધ્વજનો શણગાર
પ્રજાસત્તાક દિવસ નિમિત્તેેે હનુમાજી દાદાને રાષ્ટ્રીય ધ્વજથી શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના વસ્ત્રો રાષ્ટ્રીય ત્રિરંગાના હતા. ત્યારે દાદાના દર્શન ખૂબ અલૌકીક લાગતા હતા. મંદિરમાં રાષ્ટ્રીય દેશ ભક્તિ છવાઈ ગઈ હતી. ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.