ETV Bharat / state

આંતર રાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસઃ બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા દિવ્યાંગ બહેનોને નોકરી અપાવી - Disability news

બોટાદમાં 3 ડિસેમ્બરના રોજ આંતર રાષ્ટ્રીય દિવ્યાગજન દિવસની ઉજવણીના ભાગરૂપે રોજગાર વિનિમય કચેરી દ્વારા વિવિધ રોજગારલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

botad
botad
author img

By

Published : Dec 4, 2020, 5:34 PM IST

  • દિવ્યાંગજનનોની સુખાકારી માટે સદાય પ્રતિબદ્ધ રોજગાર કચેરી દ્વારા સંવેદનશીલ કાર્યશૈલી અપનાવી
  • દિવ્યાંગ બહેનોને રોજગારી પૂરી પાડી
  • દિવ્યાંગ બહેનોને આર.એમ.પી બેરિંગસ એકમ પર નોકરી મળતાં શુભ કામના પાઠવી

બોટાદઃ જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદ દ્વારા યુવા અને ઉત્સાહી દિવ્યાંગજનોના સશક્તિકરણ હેતુએ અવિરતપણે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. 3 ડીસેમ્બરના રોજ આંતર રાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસની ઉજવણીના ભાગરૂપે રોજગાર વિનિમય કચેરી દ્વારા વિવિધ રોજગારલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્યાંગતાની કક્ષાને અનુરૂપ રોજગારીની રજૂઆત

કચેરી દ્વારા નવીન રચનાત્મક અભિગમ થકી આજ દિન સુધીમાં બહોળી સંખ્યામાં વિવિધ એકમો ખાતે દિવ્યાંગજનોને રોજગારી પૂરી પાડવામાં આવેલી છે. બોટાદ તાલુકાના પીપરડી ખાતે રહેતા અને અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા આરતીબેન તલસાણીયા તથા મીનાબેન નાંદરીયાએ 2 ડીસેમ્બરના રોજ જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદીનો કચેરી ખાતે સંપર્ક કર્યો હતો. તેમના લાયકાત અને દિવ્યાંગતાની કક્ષાને અનુરૂપ તેમને રોજગારીની તાતી જરૂરીયાત હોવાથી બોટાદ જિલ્લામાં નોકરી મળી રહે તેના માટે રજૂઆત કરી હતી.

દિવ્યાંગ બહેનોને આર.એમ.પી બેરીન્ગ્સ એકમ પર નોકરી અપાવી

પ્રસ્તુત બાબતને અગ્રીમ પ્રાથમિકતા આપી દિવ્યાંગજનોની સુખાકારી માટે સદાય પ્રતિબદ્ધ રોજગાર કચેરી દ્વારા સંવેદનશીલ કાર્યશૈલી અપનાવી હતી. આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસે જ તેઓને નિમણુક મળી રહે તેવા હેતુસર અસરકારક કામગીરી હાથ ધરી હતી. રાણપુર ખાતેના આર.એમ.પી બેરીન્ગ્સ એકમ ખાતે ભલામણ કરી હતી અને 3 ડીસેમ્બરના રોજ ઇન્ટરવ્યુ લઇને તેજ દિવસે નોકરી મળે તેવા સંકલ્પ સાથે જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદી તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી.એસ.શાહ જાતે એકમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને બન્ને દિવ્યાંગ બહેનોને પ્રોત્સાહન આપી તેમને આર.એમ.પી બેરીન્ગ્સ એકમ પર નોકરી મળતા શુભ કામના પાઠવી હતી.

નોકરી મળતા દિવ્યાંગ બહેનોના ચહેરા પર ખુશીની લહેર

દિવ્યાંગ બહેનોને નોકરી મળતા તેમના ચહેરા પર ખુશીની લહેર છવાય ગયી હતી. બોટાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા દિવ્યાંગજન માટે કરવામાં આવેલી પ્રસ્તુત કામગીરીથી દિવ્યાંગજન દિવસને ચરિતાર્થ કરતી પહેલ સૌ માટે પ્રેરક બની રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.