બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ સરકારી હાઈસ્કૂલ ના મેદાન માં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભવ્ય સામૂહિક યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ભાવનગર રેન્જ આઇજી અશોક કુમાર યાદવ, બોટાદ કલેક્ટર સુજીત કુમાર, બોટાદ એસ પી હર્ષદ મહેતા, અને બોટાદ જિલ્લા વિકાસ અધિકારી આશીષ કુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સ્કુલ ના વિદ્યાર્થીઓ પોલીસ જવાન, સરકારી કર્મચારીઓ, યુવાનો, મહિલાઓ, વડીલો સહિતના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ અને શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગ કરી અને વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરી હતી.