અપહરણ કરીને લઇ ગયેલા વેપારી પાસે ખંડણીની માગ કરી હતી જેને લઇને વેપારીએ પૈસા આપવાની ના પાડતા તેને માર મારવામાં આવ્યો હતો અને તેઓને ગેર કાયદેસર અટકાયત કરેલી હતી, ત્યારબાદ આ વેપારીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી તેની અશ્લીલ વીડીયો ક્લીપ તેમજ ફોટા પાડ્યા હતા અને પૈસાની માંગણી કરી હતી. પરંતુ, જે નહીં માનતા ધમકી આપી અને રૂપિાયા 20,000 પડાવી અને બીજા પાંચ લાખની ખંડણીની માગ કરી હતી. આ અંગે વેપારીએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી. આ ફરીયાદના આધારે પોલીસે નવ આરોપી પૈકી સાત આરોપીને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વેપારીને હનિટ્રેપમાં ફસાવી ખંડણી માંગતી “માહી ગેંગ“ ને ઝડપી પાડતી બોટાદ પોલીસ - માહિ ગેંગ
બોટાદ : શહેરના વેપારી યુવાન અને પાળીયાદ રોડ ઉપર સુદર્શન નામની દુકાન ધરાવી ચશ્માનો વેપાર કરતા વેપારી ભાર્ગવભાઇ નવનિતભાઇ પંચાલને માહી તેમજ અન્ય ઇસમોએ મળી પ્રેમ જાળમાં ફસાવવા માટે પુર્વ આયોજીત ગુનાહીત કાવતરૂ કરેલુ હતું અને આ કાવતરાના ભાગરૂપે આ માહીએ બોટાદના વેપારીને અજાણ્યા નંબર પરથી ફોન કરી બોલાવ્યા હતા અને ત્યારબાદ આ વેપારીને આ આરોપીઓ ફોરવ્હીલ વાહનમાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ ગયેલા હતા અને તેઓની પાસેથી પૈસાની માગણી કરી હતી.
અપહરણ કરીને લઇ ગયેલા વેપારી પાસે ખંડણીની માગ કરી હતી જેને લઇને વેપારીએ પૈસા આપવાની ના પાડતા તેને માર મારવામાં આવ્યો હતો અને તેઓને ગેર કાયદેસર અટકાયત કરેલી હતી, ત્યારબાદ આ વેપારીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી તેની અશ્લીલ વીડીયો ક્લીપ તેમજ ફોટા પાડ્યા હતા અને પૈસાની માંગણી કરી હતી. પરંતુ, જે નહીં માનતા ધમકી આપી અને રૂપિાયા 20,000 પડાવી અને બીજા પાંચ લાખની ખંડણીની માગ કરી હતી. આ અંગે વેપારીએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી. આ ફરીયાદના આધારે પોલીસે નવ આરોપી પૈકી સાત આરોપીને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Body:આવા ઠગ અને લૂંટારૂઓ થી સાવધાન રહેવા લોકોને આપી કરતી બોટાદ પોલીસConclusion:ગઇ તા. ૨૪/૧૨/૨૦૧૯ ના રોજ બોટાદ શહેરના વેપારી યુવાન અને પાળીયાદ રોડ ઉપર સુદર્શન નામની દુકાન ધરાવી ચશ્માનો ધંધો કરતા વેપારી ભાર્ગવભાઇ નવનિતભાઇ પંચાલને માહી તેમજ અન્ય ઇસમોએ મળી પ્રેમ જાળમાં ફસાવવા માટે પુર્વ આયોજીત ગુન્હાહીત કાવતરૂ કરેલ હતું અને આ કાવતરાના ભાગરૂપે આ માહીએ બોટાદના વેપારીને અજાણ્યા નંબર પરથી ફોન કરી બોલાવેલ હતા અને ત્યારબાદ આ વેપારીને આ આરોપીઓ ફોરવીલ વાહનમાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ ગયેલ હતા અને તેઓની પાસેથી પૈસાની માંગણી કરેલ હતી પરંતુ આ વેપારીએ પૈસા આપવાની ના પાડતા તેને માર મારવામાં આવ્યો હતો અને તેઓને ગેર કાયદેસર અટકાયત કરેલ હતી ત્યારબાદ આ વેપારીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી પરાણે તેનુ શર્ટ કાઢી તેમજ આ માહિનું ટી-શર્ટ કાઢી અશ્લીલ વીડીયો ક્લીપ તેમજ ફોટા પાડેલ હતા અને પૈસાની માંગણી કરેલ અને પૈસા આપવા જણાવેલ હતું પરંતુ તેમ છતાં આ વેપારી નહીં માનતા તેના ગળામાં છરી મુકી ભયમાં મુકી છરી બતાવી રૂ. ૨૦,૦૦૦/- એ.ટી.એમ માંથી ઉપાડાવી અશ્વિલ ફોટા પાડી રૂપિયા ૫,૦૦ ૦૦૦/- ની ખંડણી માંગી હતી આ અંગે વેપારીએ તેના પિતા પાસે થી પૈસા લેવાની વાત કરતા તેના પૈસા આપવા માટે તૈયાર હોય તેના પુત્રને છોડી દેવા જણાવ્યું હતું અને ત્યારબાદ આ વેપારી યુવાન ભાર્ગવભાઇ નવનિતભાઇ પંચાલે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી
આ ફરીયાદના અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતાએ ગુન્હાની ગંભીતા ધ્યાને લઇ આ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ ટીમને સુચના આપેલ હતી જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી આર.બી.કરમટીયા તથા એલ.સી.બી પોલીસ ઇન્સપેકટરશ્રી ટી.એસ.રીઝવી તથા એસ.ઓ.જી પોલીસ ઇન્સપેકટરશ્રી એચ.આર.ગોસ્વામી તથા પોલીસ સબ ઇન્સપેકટરશ્રી એમ.જે.સાગઠીયા તથા સ્ટાફના માણસો સાથે મળી વેપારી યુવાનને હનિટ્રેપમાં ફસાવનાર આરોપીઓને ગણત્રરીના કલાકોમાં ઝડપી પાડી જેલ હવાલે કરી એક પ્રશંસનિય કામગીરી કરેલ છે.
આ ગુનામાં કુલ નવ આરોપી છે જે પૈકી સાત આરોપીને ઝડપી પાડેલ છે.
આ આરોપી ઓ પ્રકાશ ઉફે માહિ નામથી અજાણ્યા નંબરથી સિલેક્ટેડ યુવાનોને ફોન કરી પોતાની પ્રેમ જાળમાં ફસાવતા હતા અને પછી તેઓએ જે તે નિશ્વિત કરેલ જગ્યાએ લઇ જઇ તેને પકડી પછી અન્ય મિત્રો દ્વારા પકડાઇ જવાનુ નાટક કરતા હતા અને મોબાઇલમાં અશ્વિલ ફોટા અને વિડીયો બનાવી વાયરલ નહિ કરવાના બહાને મોટી રકમની ખંડણી માંગતા હતા.
જેથી આવા ઠગ અને લુંટારાઓ થી બોટાદ પોલીસ દ્વારા સાવચેત રહેવા અને ખોટા પ્રલોભનોમાં નહિ ફસાવા ખાસ અપીલ કરેલ છે.
બાઈટ ૧: રાજદીપસિંહ નકુમ
ડી.વાય.એસ.પી. બોટાદ
૨: ભાર્ગવ પંચાલ
ભોગ બનનાર યુવાન વેપારી