- માસ્કન ન પહેરનાર લોકો સામે માસ્ક ડ્રાઇવ યોજી
- પોલીસ દ્વારા સ્થળ પર દંડ વસુલવામાં આવ્યો
- પોલીસની ગાડીઓમાં ઓડિયો સાથે બોટાદમાં પેટ્રોલિંગ કર્યું
રાજ્યમાં કોરોનાના કહેરને લઈ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ 19ની ગાઈડલાઈનનુ લોકો પાલન કરે તેના માટે પોલીસ એક્સન મોડમાં આવી છે. ત્યારે બોટાદ જિલ્લામાં પણ ફરજીયાત માસ્ક પહેરવું, જાહેરમાં થુકવું નહિ તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવા જેવી બાબતોમાં લોકોમાં જાગૃતિ લાવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
માસ્ક ડ્રાઇવ યોજાઇ હતી.
દિવાળીના તહેવારો બાદ કોરોના પોઝીટીવ કેસમાં થઈ રહેલા સતત વધારાને ધ્યાનમાં રાખી બોટાદ પોલીસ પણ એક્સનમોડ છે. ત્યારે મંગળવારના રોજ પોલીસની તમામ ગાડીઓમાં ઓડિયો સાથે પેટ્રોલીંગ કર્વામાં આવ્યું હતુ. બાદ બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ નજીક SP હર્ષદ મહેતા સહિતના પોલીસ કાફલા સાથે માસ્ક ડ્રાઇવ યોજી હતી. જેમાં માસ્ક વગરના લોકોને પોલીસ દ્વારા સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યો હતો. તેમજ સાથોસાથ સોશિયલ ડિસ્ટન્ટ તેમજ માસ્ક ફરજિયાત પહેરવાની લોકોને અપિલ પણ કરવામાં આવી હતી.