- બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનનું ફેસબુક એકાઉન્ટ હેક
- હેકર વાલજીભાઇના નામે અન્ય લોકો પાસેથી માંગે છે પૈસા
- જો પૈસા ટ્રાન્સફર ન કરે તો ગાળો બોલી અભદ્ર વ્યવહાર કરે છે
- વાલજીભાઇ દ્વારા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાને રજૂઆત કરાઇ
બોટાદ : સોશિયલ મીડિયામાં અવાર નવાર ફેસબુક એકાઉન્ટ હેક કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમ જેમ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતો જાય છે, તેમ તેમ હેકરો પણ સક્રિય થતા જોવા મળી રહ્યા છે. જ્યાં હેકરો દ્વારા એકાઉન્ટ હેક કરી અલગ અલગ માંગણીઓ કરતા હોય છે, ત્યારે બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને કોળી સમાજના આગેવાન વાલજીભાઈ જાદવ જે પોતાનું ફેસબુક એકાઉન્ટ યુઝ કરે છે, ત્યારે કોઈ હેકર દ્વારા વાલજીભાઇ જાદવનું ફેસબુક એકાઉન્ટ હેક કરી નાખવામાં આવ્યું છે.
આ હેકર ફેસબુક મેસેજ કરીને વાલજીભાઇના જાણીતા લોકો પાસેથી બેલન્સ મંગાવે છે. તેમજ વાલજીભાઇના નામે અન્ય લોકો પાસેથી પૈસા માંગે છે. તેમજ પેટીએમથી પૈસા મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો અને જો પૈસા ટ્રાન્સફર ન કરે તો ગાળો બોલી અભદ્ર વ્યવહાર કરે છે. જેને લઈને વાલજીભાઇ જાદવ દ્વારા અંદાજે 2 મહિના પહેલા ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી હજી ફેક એકાઉન્ટ ચાલુ જ છે. જેને લઈને વાલજીભાઇ જાદવ દ્વારા પોતે રૂબરૂ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાને રજૂઆત કરવામાં આવી હતી. તેમજ તાત્કાલિક બોટાદ એસ.ઓ. જી.પી.આઈ.એચ.આર.ગૌસ્વામીને સૂચના આપેલ હતી. જેથી રૂબરૂ એસ.ઓ. જી.ઓફીસ જઇને ફરિયાદ આપેલ છે.