બોટાદ: ગઢડા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે આત્મારામ પરમારની જાહેરાત થઈ છે, ત્યારે ભાજપ દ્વારા આ વખતે ચૂંટણી પ્રચાર માટે માઇક્રો પ્લાનિંગ કરી કોરોના સંક્રમણ ન ફેલાય અને સરકારની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન થાય તે માટે 1000 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભાજપના અલગ અલગ મોરચા સહિતના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો દ્વારા એક બેઠક દીઠ 10થી વધુ મતદારો સાથે વાતચીત કરી હતી. આમ એક બેઠકમાં 10 કાર્યકરો સાથે 1000 હજાર બેઠકો યોજાઇ હતી.