બોટાદ: ભાવનગર પાસે આવેલા બોટાદ તાલુકાના સેંથળી પાસે આવેલી એક કેનાલમાં ધૂળેટીના દિવસે ચાર યુવાનો ડૂબી ગયા હતા. જેઓ ન્હાવા માટે અંદર પડ્યા હતા. બોટાદ ફાયર બ્રિગેડના જવાનોએ તમામ 4 મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. આ મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસ ટુકડી યુદ્ધના ધોરણે કેનાલ પાસે આવી પહોંચી તપાસ શરૂ કરી દીધી હતી.
આ પણ વાંચો: Bhavnagar News: શહેર-જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાં પડતા ક્યાં પક્ષના પ્રમુખ બનશે તેની ચર્ચા
શું થયું હતું? ભાવનગરના બોટાદ તાલુકાના સેંથળી ગામ નજીક નર્મદાની કેનાલ આવેલી છે. જેમાં સતત પાણી વહેતું રહે છે. ધૂળેટીના દિવસે ચાર યુવાનો આ કેનાલમાં ખાબક્યા હતા. એકસાથે ચાર યુવાનો ડૂબી જતા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ટીમ તેમજ સ્થાનિકોએ ચારેય યુવાનોના મૃતદેહ બહાર કાઢીને હોસ્પિટલ રવાના કર્યા હતા. આ તમામ મૃતકો બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલી અશોક વાટિકા સોસાયટીમાં રહેતા હતા. આ ઘટના સામે આવતા પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ. તહેવારનો આનંદ માતમમાં ફેરવાયો હતો.
કોણ છે આ યુવાનો: આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ચાવડા યશ વીજયભાઈ (ઉં.વ.17), ધુવાર્ષ પ્રજાપતિ (ઉં.વ.15) લક્ષ રાકેશભાઈ બોરીચા (ઉં.વ.15)નું મૃત્યુ ડૂબી જવાને કારણે થયું છે. આ ઘટનાની જાણ થતા જ તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મેહુલસિંહ પરમાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સરકારી સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવેલા હતા.
આ પણ વાંચો: Bhavnagar News: શાળાએથી પરત ફરતા ખેતરે ફેંસિંગ અડતા ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ
અકાળે મૃત્યુ: ચાર યુવાનોના અકાળે મૃત્યુ થતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. જોકે, તબીબોએ ચારેય યુવાનોની તપાસ કરીને મૃત જાહેર કરી દીધા હતા. જોકે, ફાયરવિભાગના જવાનોએ કેનાલમાં દરોડા નાખીને આ યુવાનોને શોધી કાઢ્યા હતા. જોકે, આ ઘટનાની સમગ્ર બોટાદમાં ચર્ચા થઈ રહી છે.