ETV Bharat / state

બોટાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે યોજી જાહેરસભા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બોટાદમાં ચૂંટણી પ્રચાર અર્થે રેલી યોજીને જાહેર સભા સંબોધી હતી.

બોટાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની જાહેરસભા

author img

By

Published : Feb 25, 2021, 12:00 PM IST

  • તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે એવી આશા વ્યક્ત કરી
  • કોંગ્રેસે હારવાના ડરથી ફોર્મ ભરવામાં ભૂલો કરતા તેમના ફોર્મ રદ્દ થયા
  • મહાનગરપાલિકાઓ કરતા પણ સારા પરિણામ આ ચૂંટણીમાં આવે તેવી શક્યતા

બોટાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બોટાદ આવી પહોંચ્યા હતા. બોટાદમાં ભાજપનાં પ્રચાર માટે મુખ્ય માર્ગો પર ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જ્યારબાદ શહેરમાં ભવ્ય સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, કેબિનેટ પ્રધાન સૌરભ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

બોટાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે યોજી જાહેરસભા
હારવાનાં ડરથી કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવામાં ભૂલો કરતા હતાબોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર કરવા આવેલા ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સભામાં સંબોધન કરતા કહ્યું કે, હારવાનાં ડરથી જ કોંગ્રેસનાં ઉમેદવારોએ ફોર્મ ભરવામાં ભૂલો કરી હતી. જેના કારણે તેમના ફોર્મ રદ્દ થયા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, મહાનગર પાલિકાની ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ ભાજપ તરફી પરિણામ આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.