- ગઢડાના માડવધાર ગામે ભાજપની જંગી જાહેર સભા યોજાઇ
- ભારતીબેન શિયાળ, ગોરધન ઝડફિયા, મથુર ભાઈ સવાણી, આત્મારામ પરમાર, સુરેશ ગોધાણી, ભોળાભાઈ રબારી સભા સંબોધી
- સભામાં મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ જોવા મળ્યા
બોટાદઃ જિલ્લાની ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારના ચૂંટણી પ્રચાર માટે રાજ્યથી લઈ કેન્દ્રીય પ્રધાનો ગઢડા વિધાનસભા વિસ્તારમાં બેઠકો ,સભાઓ સંબોધી રહ્યા છે અને ઠેર-ઠેર ભાજપને મતદારોનો સાથ મળી રહ્યો છે.
મંગળવારના રોજ માડવધાર ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આત્મારામ પરમારના સમર્થનમાં જંગી જાહેર સભા યોજાઈ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતી બેન શિયાળ, પૂર્વ મંત્રી ગોરધનભાઇ ઝડફિયા, ઉધોગપતિ મથુરભાઈ સવાણી, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ ગોધાણી , ઉમેદવાર આત્મારામ પરમાર, મધુસુદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી, જિલ્લા પચાયતના કારોબારી ચેરમેન વાલજીભાઈ જાદવ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. જ્યા સભામાં નેતાઓ દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી.
જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ભાજપમાં જોડાયા
માડવધાર ખાતે ભાજપની જાહેર સભામાં મંગળવારના રોજ બોટાદ જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ભરતભાઇ ગઢવી ભાજપમાં જોડાયા હતા અને કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.