બોટાદ: જિલ્લાના રાણપુરના કોંગ્રી તાલુકા પ્રમુખ પ્રતાપભાઈ ડોડીયા દ્વારા ગૌચરના સુધારણાની ગ્રાન્ટમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે તાલુકા વિકાસ અધિકારી રાણપુરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં કુલ 36 ગામનો સમાવેશ થાય છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ગૌચર સુધારણા હેઠળ ફાળવવામાં આવતી સરકાર ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. રાણપુર તાલુકાના 6 ગામો ધારપીપળા, ખોખરનેશ, બરાનીયા, રાજપરા, ચંદરવા, ચારણકી ગામોમાં ગૌચર સુધારણા કામ બાબતે ભ્રષ્ટાચાર થયાની તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહ ડોડીયા દ્વારા રાણપુર ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. તેમજ હાલ આ બાબતે ચાલતી તપાસની પૂરતી વિગત આપવામાં આવે છે. આગામી દિવસોમાં આ ભ્રષ્ટાચાર મામલે હાઇકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે.
આ બાબતે નાયબ તાલુકા વિકાસ અધિકારી રોનક પટેલ દ્વારા હાલ આ સમગ્ર કેસની તપાસ ગાંધીનગર તેમજ બોટાદ એ.સી.બી. ચલાવી રહી છે. તેમજ આ મામલે કુલ 6 ગામોની તપાસ સાથે હાલ સરપંચ તેમજ તલાટીઓના નિવેદનની કામગીરી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તપાસ પૂર્ણ થયા બાદ ભ્રષ્ટાચાર થયો કે કેમ તેની વિગત આપવામાં આવશે. તો તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહ ડોડીયા દ્વારા માત્ર આક્ષેપ નહીં પણ ખરેખર ભ્રષ્ટાચાર થયો છે તેવું નિવેદન આપી આગામી દિવસોમાં અધિકારી પાસે મંગાવામાં આવેલી વિગત બાદ હાઇકોર્ટમાં જવાના નિવેદન સાથે ભ્રષ્ટાચાર મામલે રસ્તા રોકો આંદોલન તેમજ રાણપુર બંધના એલાન સાથે ભ્રષ્ટાચાર કરનારાને સખત સજા થાય તેવી માગ કરી હતી.