ETV Bharat / state

"રણોત્સવ 2024" નો પ્રારંભ, કચ્છના સફેદ રણ જવાનો પ્લાન કરી રહ્યા છો ? જાણો કેવી રીતે પહોંચશો - RANOTSAV 2024

વિશ્વ પ્રસિદ્ધ રણોત્સવનો આજથી પ્રારંભ થયો છે. શું આપ પણ સફેદ રણની મુલાકાતે જવાનો પ્લાન કરી રહ્યા છો, તો જાણો કેવી રીતે પહોંચશો સફેદ રણ...

કેવી રીતે પહોંચશો સફેદ રણ
કેવી રીતે પહોંચશો સફેદ રણ (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2024, 12:31 PM IST

કચ્છ : રણ, દરિયો તથા ડુંગર એમ ત્રિવેણી પ્રાકૃતિક વિસ્તાર ધરાવતો ગુજરાતનો સરહદી જિલ્લો. કચ્છ જિલ્લાએ પ્રવાસન ક્ષેત્રે ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીએ વધુ ઝડપી વિકાસ કર્યો છે. કચ્છમાં અનેક પ્રવાસન સ્થળો છે, જેને માણવા દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ દર વર્ષે કચ્છ આવે છે. વિશ્વ પ્રસિદ્ધ રણોત્સવનો આજથી પ્રારંભ થયો છે અને કચ્છનું સફેદ રણ ફરીથી એકવાર પ્રવાસીઓને આવકારવા તૈયાર થયું છે. ત્યારે સફેદ રણ કેવી રીતે પહોંચવું તેના વિશે જાણીશું...

"રણોત્સવ 2024" નો પ્રારંભ : કચ્છના પ્રવાસે અનેક લોકો આવી જ ચૂક્યા છે, પરંતુ સામાન્ય રીતે પ્રથમ વખત જ્યારે કોઈ કચ્છ આવે તો રહેવા જમવા સહિતની વ્યવસ્થા અંગે થોડી મૂંઝવણ થતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં રણોત્સવ યોજાઇ રહ્યો છે, ત્યારથી પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે. કચ્છમાં ક્યાં ફરવા જવું અને કેવી રીતે જવું તે જાણવું પણ રસપ્રદ બની રહેશે. આ વર્ષે કચ્છના સફેદ રણમાં 11 નવેમ્બરથી 15 માર્ચ સુધી રણોત્સવ યોજાશે.

કચ્છનું પ્રવેશદ્વાર "ભુજ" : કચ્છ જિલ્લાનું પાટનગર ભુજ કે જે કચ્છના પ્રવેશદ્વાર સૂરજબારીથી 130 કિલોમીટરના અંતરે આવેલું છે અને અમદાવાદથી 330 કિલોમીટરના અંતરે આવેલું છે. કચ્છના મોટાભાગના જોવાલાયક સ્થળો પશ્ચિમ કચ્છમાં આવેલા છે. જેથી જિલ્લામથક ભુજ જ દરેક પ્રવાસીઓને રહેવા માટે અનુકૂળ બની રહે છે. આ ઉપરાંત કેટલાક સ્થળો પર વિવિધ સંસ્થાઓ, મંદિરો દ્વારા પણ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.

સૌથી મોટો જિલ્લો "કચ્છ" : કચ્છના એક છેડાથી બીજા છેડાનું અંતર 300 કિલોમીટર જેટલું થાય છે. આમ તો કચ્છના દરેક પ્રવાસન સ્થળો વચ્ચે ઘણું અંતર છે. પૂર્વ કચ્છમાં આવેલ વૈશ્વિક ધરોહર ધોળાવીરાથી પશ્ચિમમાં છેવાડે નારાયણ સરોવર જવું હોય તો એક જ દિવસમાં બંને જગ્યાએ ફરવું શક્ય નથી. કારણ કે ધોળાવીરાથી નારાયણ સરોવર સીધા જવું હોય તો 200 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે. જો ધોળાવીરાથી નારાયણ સરોવર ભુજ થઈને જવું હોય તો 280 કિલોમીટર જેટલો પ્રવાસ કરવો પડે છે.

કેવી રીતે પહોંચશો "સફેદ રણ" ?

  • ભુજ સુધીની હવાઈસફર : અમદાવાદથી ભુજ હવાઈ માર્ગ, રેલવે દ્વારા અને બાય રોડ એમ ત્રણ રીતે આવી-જઈ શકાય છે. હવાઈ માર્ગે અંદાજે 6,500-10,000 રૂપિયા સુધીની ટિકિટના ખર્ચે ફ્લાઇટ મારફતે અમદાવાદથી ભુજ એરપોર્ટ આવી શકાય છે.
  • ભારતીય રેલની સુંદર સફર : જો તમે રેલમાર્ગે ભુજ આવવા માંગો છો, તો અમદાવાદથી સાંજે 5:30 વાગ્યે ઉપડતી નમો ભારત રેપિડ રેલ માત્ર 5:30 કલાકમાં ભુજ પહોંચાડશે, તેની ટિકિટ અંદાજે 430 રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત અમદાવાદથી ભુજ આવતી કચ્છ એક્સપ્રેસ, સયાજી એક્સપ્રેસ, એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ 260 રૂપિયાથી લઈને 1500 રૂપિયા જેટલી ટિકિટમાં ભુજ રેલવે સ્ટેશન સુધી પહોંચાડે છે.
  • યાદગાર રહેશે બાય રોડ પ્રવાસ : જે પ્રવાસીઓ અમદાવાદ, ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્રથી કચ્છ બાય રોડ જવાનું વિચારી રહ્યા હોય તે સામખીયાળી થઈને સીધા જ ભચાઉ-ભુજ બાયપાસ માર્ગે ભુજ આવી શકે છે. જે પોતાની અંગત ગાડી, ખાનગી બસ તેમજ ST બસ મારફતે મુસાફરી કરી શકે છે. સામખીયાળીથી ભુજનું અંતર 120 કિમી છે.

કચ્છમાં રોકાણ વ્યવસ્થા : ભુજમાં પ્રવાસીઓને રોકાવા માટે હોટલ, ધાર્મિક સંસ્થાઓના અતિથિગૃહ, ગેસ્ટ હાઉસ સહિતની વ્યવસ્થા છે. જ્યાં રૂમ દીઠ 600 રૂપિયાથી લઈને 8000 સુધીના ભાડામાં રોકાણ મળે છે. જે લોકોએ રણોત્સવના ટેન્ટ સિટીમાં ટેન્ટ માટે બુકિંગ કરાવ્યું હશે, તેઓ ભુજના રેલવે સ્ટેશન પર રણોત્સવના ટેન્ટ સિટીનું સંચાલન કરતી કંપનીની બસમાં પણ કચ્છના સફેદ રણ સુધી પહોંચી શકે છે.

ભુજથી સફેદ રણનું અંતર અને માધ્યમ : ભુજથી સફેદ રણ 80 કિલોમીટર જેટલું થાય છે. જેના માટે પ્રવાસીઓએ ખાનગી ગાડીઓ ભાડા પર જ લેવી પડશે, જેનો અંદાજે ખર્ચ 3500 થી 4000 જેટલો થશે. ભુજ-ખાવડા માર્ગેથી બન્ની વિસ્તાર થઈને ધોરડોના સફેદ રણ સુધી જઈ શકાય છે.

કાળો ડુંગરનો પ્રવાસ ચૂકતા નહીં : સફેદ રણ પહેલા કે ભુજ પરત ફરતી વખતે પ્રવાસીઓ કાળો ડુંગરનો નજારો પણ માણી શકે છે. જ્યાં ભગવાન દત્તાત્રેય દેવના પગલાં છે અને ત્યાંથી પણ સફેદ રણનો નયનરમ્ય નજારો જોઈ શકાય છે. જોકે પ્રવાસીઓ ભુજથી કાળો ડુંગર સીધા પણ જઈ શકે છે, જે ભુજથી 95 કિલોમીટર થાય છે. ભુજથી ખાવડા જતા માર્ગે ભીરંડીયારા ગામથી બે ફાંટા પડે છે. જેમાં એક રસ્તો કાળો ડુંગર તરફ જાય છે તો બીજો રસ્તો સફેદ રણ તરફ જાય છે.

સફેદ રણમાં સીધી એન્ટ્રી : ધોરડો ગામ, જેનો વિશ્વ પ્રવાસન સંસ્થા UNWTO દ્વારા વિશ્વના 54 ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તે ગામની પાસે રણોત્સવ યોજાય છે. ઉલ્લેખનીય છે કે ધોરડોના સફેદ રણમાં જવા માટે વહીવટી તંત્ર દ્વારા ભીરંડીયારા ખાતેની ઓફિસ ખાતેથી પરમીટ લેવી પડે છે, જે વ્યક્તિ દીઠ 100 રૂપિયા જેટલી હોય છે.

  • આ બોનસ લેતા જજો : સફેદ રણ જતાં રસ્તા વચ્ચે ભીરંડીયારા ગામ આવે છે, જે બન્ની નસલની ભેંસના દૂધમાંથી બનતા મીઠા માવા માટે પ્રખ્યાત છે. ભુજથી ધોરડો ગામ જતા વચ્ચે સુમરાસર (શેખ), હોડકો, ગાંધીનું ગામ જેવા ગામો આવે છે, જ્યાં સ્થાનિક કારીગરો ભરતકામ, ચામડાના કામ માટે પ્રખ્યાત છે. જેની મુલાકાત પણ પ્રવાસીઓ કલાપ્રેમી તરીકે લઈ શકે છે.

કચ્છની હસ્તકલા માણવાનો મોકો : કચ્છ તો આમેય હસ્તકલા ક્ષેત્રે વિશેષ નામના ધરાવે છે. જેમાં હાથવણાટના કચ્છી શાલ, બંડી, ચાદર વગેરેની ખરીદી માટે પ્રવાસીઓનો ખાસ ધસારો રહે છે. ખાસ કરીને રોગાન કળા, ઓરીભરત, નમદાકામ, મીનાકામ, ચાંદીકામ, અજરખ બ્લોક પ્રિન્ટ, કમાંગર ચિત્ર શૈલી, બાંધણી, કાષ્ટકલા, માટીકામ, ચર્મકામ, લાખકામ, બન્ની ભરતકામ, આહીર ભરતકામ, રબારી ભરતકામ, કોપર બેલ કામ, પેચવર્ક, કબીરાવર્ક, સેવામુટી, ધડકીકળા, મશરુકળા, જરદોસી કળા, લાકડા પર કોતરકામ વગેરે અનેક પ્રકારના હસ્તકલાના કુશળ કારીગરો છે, જેની મુલાકાત પણ પ્રવાસીઓ કરી શકે છે.

કચ્છના જોવાલાયક સ્થળો : કચ્છમાં આવતા પ્રવાસીઓ કચ્છના સફેદ રણ, વર્ષ 2001 ના ગોજારા ભૂકંપમાં પોતાનો જીવ ગુમાવનાર લોકોની યાદમાં બનાવવામાં આવેલ સ્મૃતિવન, માંડવી બીચ, વિજય વિલાસ પેલેસ, શરદબાગ પેલેસ, ધોળાવીરા, નારાયણ સરોવર, રોડ ટુ હેવન, કોટેશ્વર, માતાનામઢ, કાડીયા ધ્રો, રામકુંડ, જેસલ તોરલ સમાધિ, વીર બાળ સ્મારક, ક્રાંતિ તીર્થ જેવા અનેક ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈ શકે છે.

  1. કચ્છની હોટલો હાઉસફુલ, અંદાજિત 2 લાખ પ્રવાસીઓએ કરાવ્યું બુકિંગ
  2. કચ્છનું સફેદ રણ ફિલ્મો અને લગ્નના શૂટિંગ માટે બન્યું હોટ ફેવરિટ લોકેશન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.