બોટાદઃ કોરોના વાયરસની મહામારીને લઈને લોકડાઉનની સ્થિતિમાં ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકો ફસાયા હતા અને બોટાદમાં પણ આશરે 750 જેટલા શ્રમિકો ફસાયા હતા.
બોટાદમાં અલગ-અલગ ધંધા-રોજગાર અને ઉદ્યોગોમાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરતા હોવાથી આશરે બે માસથી લોકડાઉનને કારણે બોટાદમાં ફસાયા હતા. જેને બિહાર મોકલવા માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેન દ્વારા ભાવનગરથી સીધા બિહાર મોકલવામાં આવ્યા હતા. જેમાં બોટાદ જિલ્લાના 750 જેટલા શ્રમિકોને પણ મોકલાયા હતા.
આ પરપ્રાંતિય શ્રમિકોને વતન પરત મોકલવા માટે પ્રશાસન દ્વારા તેમજ રાજકીય આગેવાનો દ્વારા રજૂઆત કરાતા ભાવનગરથી સ્પેશ્યલ શ્રમિક ટ્રેન મુકવામાં આવી હતી. જેમાં, બોટાદ જિલ્લાના આશરે 750 જેટલા શ્રમિકો તથા ભાવનગર જિલ્લાના શ્રમિકો થઈ આશરે 1,600 જેટલા શ્રમિકોને સરકારની ગાઈડલાઈન અનુસાર સોશિયલ ડિસ્ટન્સીંગ રાખી તેમજ માસ્ક અને સેનેટાઈઝર કરી વતન પરત મોકલાયા હતા. આ શ્રમિકોને પાણીની બોટલ તથા નાસ્તાનું ફૂડપેકેટ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દરેકને આપવામાં આવ્યા હતા. આ શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન દ્વારા બિહાર મોકલવામાં આવ્યા હતા.