- ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટી બોર્ડના આચાર્ય પક્ષ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું
- ભાવનગર ચેરીટી કમિશનર દ્વારા આ બેઠકની અરજીને રદ્દ કરવામાં આવી હતી
- ભાવનગર ચેરીટી કમિશનરે આચાર્ય પક્ષની બેઠકને મોકૂફ રાખવા આપ્યો સ્ટે
બોટાદ : ગઢડા ગોપીનાથજી મંદિરમાં છેલ્લા ઘણા સમયથી ચેરમેન મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હાલ ફરી વખત આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ટ્રસ્ટી બોર્ડની બેઠકને લઈને વિવાદ શરૂ થયો છે. આચાર્ય પક્ષ દ્વારા રવિવારે ટ્રસ્ટી બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકને લઈને દેવ પક્ષ દ્વારા આચાર્ય પક્ષે બોલાવેલી બેઠકને રદ્દ કરાવવા ભાવનગર ચેરીટી કમિશનરમાં અરજી કરવામાં આવી હતી. જે બાદ ભાવનગર ચેરીટી કમિશનરે આચાર્ય પક્ષની બોલાવેલી બેઠકને મોકૂફ રાખવા સ્ટે આપ્યો હતો.
પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પડી ફરજ
આચાર્ય પક્ષની બેઠકને ભાવનગર ચેરીટી કમિશનરે મોકૂફ રાખવાનો સ્ટે આપતા મંદિર પરિસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના ભાગરૂપે મંદિર પરિસરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્તમાં એક PI, બે PSI, 42 પોલીસ કોન્સ્ટેબલ, 10 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 25 GRD અને 10 હોમગાર્ડ જવાન સહિત પોલીસ બંદોબસ્ત મંદિરમાં ગોઠવામાં આવ્યો છે.