ભાવનગરઃ આપ નેતા યુવરાજસિંહ ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવાના છે. જેને લઈને ભાવનગર મુખ્ય પોલીસ કચેરીએ ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. તેઓ ભાવનગર પોલીસ સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન આપશે. જેને લઈને તેમણે ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. ડમી વિદ્યાર્થી કૌભાંડ મામલે તેઓ જોરશોરથી લડત ચલાવી રહ્યા છે. ડમીકાંડમાં તેમણે આરોપ લગાવ્યા છે કે, આ કેસમાં અને એવા મોટા માથા જોડાયેલા છે. પોલીસ સમક્ષ હાજર થાય એ પહેલા યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં મોટા આક્ષેપો કર્યા હતા. પૂર્વ શિક્ષણપ્રધાન અને વર્તમાન પ્રધાન, જીતુ વાઘાણી અને તેના પહેલાના શિક્ષણ પ્રધાન સામે આપ નેતા યુવરાજસિંહે મોટા આક્ષેપો કરેલા છે.
આ પણ વાંચોઃ Ahmedabad News : ડમી ઉમેદવાર કાંડમાં આવતીકાલે મોટા નેતાઓના નામનો કરીશ
તમામ જવાબ આપીશઃ યુવરાજસિંહે જણાવ્યું હતું કે, અમારી પાસે આગળના દિવસોમાં આધાર પુરાવા સાથે અમે ઉભા રહીશું. તમામ જવાબ આપીશું. જે પણ ષડયંત્ર થઇ રહ્યા છે. તે કોઇને કોઇ રીતે બદનામ કરવાના થઇ રહ્યા છે. જે તે સમયે જે સમયે ઓફર લઇને આવેલા છે. શા માટે યુવરાજ જ બધા જ તપાસ માટે કરવા માટે બોલાવો. જે રીતે રાજકીય કાવતરા થઇ રહ્યા છે. મેં વર્તમાન ગુહ પ્રધાનને પુરાવા આપ્યા હતા પણ તેની કોઇ તપાસ કરવામાં આવી નથી. અત્યારે સરકારને તકલીફ મારાથી છે.
મને પતાવી દેશેઃ સરકાર મને લોભ-લાંચ આપી છે. પણ જો મેં ખેસ પહેર્યો હોત તો મને કોઇ તકલીફ ના થાય. પાંચ પાંડવો વિશે કહ્યું કે, આજ નહીં તો કાલે મને મારી નાખવામાં આવશે. જેની મને ગંધ આવી રહી છે. વિદ્યાર્થીએ આવનારી પેઢી છે. 100 નામનું લીસ્ટ અમે આપી શકીએ તેમ છીએ. મારી સામે મોતનો ખતરો છે. ખેસ નથી પહેર્યો એટલે મને ધમકીઓ મળી રહી છે. સમાધાન કરવા માટે પણ ઓફર કરવામાં આવી હતી. પૈસાથી લઈને સત્તા સુધીની ઓફર હતી.
આ પણ વાંચોઃ Dummy candidate scam : પરીક્ષામાં ડમી ઉમેદવાર કૌભાંડમાં યુવરાજસિંહ જાડેજા પર આક્ષેપ
આપ નેતા યુવરાસિંહ શું બોલ્યાઃ આરોપીને સાક્ષી બનાવીને મને સમન્સ આપી દીધું છે. ડમીકાંડનો મુદ્દો ડાઈવર્ટ કરવાનો આ પ્રયાસ છે. પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે. અવધેશ પટેલ અને અવિનાશ પટેલને કેમ સમન્સ નથી અપાયું. કૌભાંડીઓને સરકાર બચાવી રહી છે. રાજકીય રીતે કિન્નાખોરી થઈ રહી છે. મને લોભ અને લાલચ આપવામાં આવી છે એના પુરાવા છે. પૂર્વ શિક્ષણપ્રધાન જીત વાઘાણીનું પણ સમન્સ નીકળવું જોઈએ. મારા પ્રત્યે દ્વેષભાવ રાખીને કામગીરી થઈ રહી છે. આસિત વોરાનું પણ સમન્સ નીકળવું જોઈએ. મારી પાસે 30 કૌભાંડીઓના નામ છે. મારી સાથે કોઈ આર્થિક વ્યવહાર થયો નથી. આ કૌભાંડ દાબી દેવામાં આવે એવા પ્રયાસ થઈ રહ્યા છે.
રાજકીય પ્રયાસ છેઃ મારી સામે જે ષડયંત્ર રચાઈ રહ્યું છે એની પાછળ આમ આદમી પાર્ટીને દબાવવાના પ્રયાસ છે. મને ફસાવવાના પ્રયાસ પાછ રાજકીય ઈચ્છાશક્તિ કામ કરે છે. નિવેદન શા માટે મારા એકલાનું લેવાય છે. આ કૌભાંડમાં તો પૂર્વ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી પણ સામેલ છે. જેઓ આ કૌભાંડને દબાવે છે. મેં હાલમાં ગૃહ પ્રધાનને પુરાવા આપેલા છે. મેં ખેસ પહેર્યો નથી એટલા માટે મને હેરાન કરવામાં આવે છે. મેં જે નામ આપેલા છે એમાંથી કોઈની પણ સામે તપાસ થઈ નથી. ભાવનગરમાંથી સત્તાપક્ષના લોકોની આ ચોક્કસ પ્રકારની કિન્નાખોરી છે.