ભાવનગર: ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના શિક્ષિત બેરોજગાર યુવાને અનેક પ્રયત્નો કરવા છતાં સરકારી નોકરી ન મળતાં હતાશામાં આવી રવિવારે આપઘાત કર્યો (bhavnagar youth suiside not having govenrmnet job)હતો. મૃતક યુવાને લખેલી સુસાઇડ નોટ(youth of bhavnagar suiside write suiside note) સામે આવી છે, જેમાં તેણે (youth of bhavnagar suiside write suiside note)લખ્યું છે કે 'હું મારી મરજીથી મરું છું, તો મારાં મમ્મી-પપ્પા અને ભાઈને હેરાન ન કરતા. મને માફ કરી દેજો હું આ પગલું ભરુ છું તો... મારું સપનું હતું પોલીસ જવાન બનવાનું...'
પોલીસ બનવાની ઈચ્છા પૂર્ણ નહિ થતા જીવન ટૂંકાવ્યું: ભાવનગરના જુના રહેણાંકી વિસ્તાર વડવામા રહેતા યુવાને આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું (bhavnagar youth suiside not having govenrmnet job)હતું. શિક્ષિત બેરોજગાર યુવાનના પ્રજાપતિ પરીવારે ઘરનો મોટો દિપક ગુમાવ્યો (bhavnagar youth suiside not having govenrmnet job)હતો. પોલીસની પરીક્ષામાં વારંવાર પ્રયત્ન બાદ મળેલી નિષ્ફળતાથી તેને જીવન ટુકાવી લીધું (bhavnagar youth suiside not having govenrmnet job) હતું. બનાવ બાદ વિસ્તારમાં યુવાનના પગલે સન્નાટો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો CISF જવાનની સમયસર સારવારના કારણે આધેડનો જીવ બચ્યો
ગોપાલ ઇટાલિયાએ લીધી મુલાકાત: તાજેતરમાં ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરીવારના શિક્ષિત બેરોજગાર યુવાને અનેક પ્રયત્નો કરવા છતાં સરકારી નોકરી ન મળતાં હતાશામાં આવી આપઘાત કર્યો હતો. આ પરીવારને સાંત્વના પાઠવવા તથા દુઃખમાં સહભાગી બનવા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રેદશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા ભોગગ્રસ્ત પરીવારને મળી સાંત્વના પાઠવી (Gopal Italia met the families of the deceased)હતી.
ભાવનગર શહેરના વડવા ચોરા વિસ્તારમાં શ્રીજી અગરબત્તી વાળા ખાંચામાં રહેતા સોરઠીયા પરીવારનો મોટો પુત્ર યુવાન હિતેશ ભરતભાઈ સોરઠીયા ઉ.વ.30 એ કોલેજનો અભ્યાસ પૂર્ણ કરીને સરકારી નોકરી મેળવવા પ્રયત્ન કરતો હતો. પોલીસની ભરતીમાં બેથી ચાર વખત જોડાયો પરંતુ પાસ નહી થતાં. અંતે હિંમત હારીને પોતાનું સ્વપ્ન પુરૂ નહીં થતા માનસિક ચિંતામાં ડૂબી ગયો હતો. હતાશામાં સુસાઈડ નોટ લખીને ઘરમાં કોઈ નોહતું ત્યારે ઘરે આત્મહત્યા કરી હતી. આ બનાવને પગલે પરીવારમા ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.નાનો ભાઈ કડીયા કામ કરવા જાય છે. ઘરમાં એક માત્ર હવે દીકરો રહેતા પિતા અને માતામાં શોકનો ઘેરી અસર જોવા મળી રહી છે.
સુસાઈટ નોટના અંતિમ શબ્દો: વડવાના યુવાન હિતેશના સુસાઈટ નોટના છેલ્લા શબ્દો હતા કે "હું મારી મરજીથી મરું છું તો મારા મમ્મી-પપ્પા અને ભાઈને હેરાન નો કરતા. મને માફ કરી દેજો હું આ પગલું ભરુ છું. મારુ સપનું હતું પોલીસ જવાન બનવાનું" આમ હિતેશે અંતિમ શબ્દો લખીને જિંદગીને આવજો કહી દીધું હતું. આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો વસ્ત્રાલમાં 17 વર્ષીય સગીરા પર પિતાના મિત્રએ આચર્યું દુષ્કર્મ
યુવાન અગાવ ફ્રેક્ચર થવા છતાં અડગ રહ્યો હતો: યુવાન હિતેશના કાકા મનીષભાઈ સોરઠીયાએ જણાવ્યું હતું કે મારો ભત્રીજો પોલીસની તૈયારી કરતો હતો. ત્રણ-ચાર વાર નીકળી ગયો હતો. હિતેશને પગમાં ફેક્ચર થયું હોવા છતાં તેણે પોલીસમાં જવાનું હાર માની નહોતી અને તૈયારી કરી હતી. બીજી વખત પરીક્ષા આપી પણ પછી મળેલી હારથી હતાશ થઈ ગયો અને કહેતો હતો કે હવે હું કેમ કરીશ મારી ઈચ્છા પોલીસ બનાવવાની પુરી જે થવાની નથી. કારણ કે ફ્રેક્ચર થઈ ગયું એટલે મને તો હવે લે જ નહીં તેના હિસાબે આ પગલું ભર્યું છે, અને લખાણ મૂકીને ગયો છે.
ગોપાલ ઇટાલિયા પહોંચ્યા યુવાનના ઘરે: યુવાનની ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયા 20 તારીખે મૃતક યુવાન હિતેશના ઘરે શ્રદ્ધાજંલી પાઠવવા તેમજ પરીવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા. પરિવારને મળીને દિલાસો આપ્યો અને શિક્ષિત યુવાનો આવેશમાં આવીને આ પ્રકારના અઘટીત પગલાં ન ભરે તેવી અપીલ મીડિયા મારફત કરી હતી. યુવાનોને સલાહ આપતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે યુવાનો મિત્રો-પરીવારના સંપર્કમા રહે તથા માનસિક રીતે હતાશ કોઈ વ્યક્તિ જણાય તો મિત્રો તથા સ્નેહીઓએ આવા વ્યક્તિને એકબીજાને મદદ કરવાનું ચુકે નહિ.