ETV Bharat / state

ભાવનગરમાં ચાલુ કથા દરમિયાન યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ

ભાવનગરઃ કલા અને સંસ્કૃતિનું પિયર ગણાતા ભાવનગર છેલ્લા ઘણા સમયથી ક્રાઈમ કેપીટલ બનવા જઈ રહ્યુ છે. લોકસભા ચૂંટણીના મતદાનને પૂર્ણ થયાના થોડા જ કલાકોમાં શહેરમાં ત્રણ યુવાનની હત્યાના બનાવ બની ચુક્યા છે.

મૃતક યુવાન
author img

By

Published : Apr 27, 2019, 8:52 AM IST

માહિતી પ્રમાણે, ભાવનગર રોડ નજીક પંચવટી ચોકમાં રહેતા રામ દરબાર પરિવારના યજમાનપદે શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે. આ કથાના આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવનાર અને વ્યવસાયે કાર ડ્રાઇવિંગ કરતા જીગ્નેશ સુરેશ ભટ્ટ (ઉ.વ. 30) નામના શખ્સે તે વિસ્તારમાં રહેતા એક સગીર વયના શખ્સ સાથે કથામાં વ્યવસ્થાપનને લઈને નજીવી બાબતે બે દિવસ પૂર્વે તકરાર થઈ હતી. આ તકરારની દાઝ રાખીને શુક્રવારે બપોરે જીગ્નેશ ભટ્ટ કથામાં બેઠા હતા ત્યારે, તે શખ્સે તેમની છાતી પર છરી વડે ગંભીર હુમલો કરર્યો હતો. આ હુમલામાં જીગ્નેશ ભટ્ટની હાલત ગંભીર થતા ભાવનગરની સર. ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ

આ ઘટનાની ભાવનગર સીટી DY.sp. મનીષ ઠાકર અને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના PIને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં પોલીસની ટીમેઝીણવટભરી તપાસ હાથ ધરી હતી તો, બીજી તરફ આ હુમલા બાદ આરોપી નસી છુટ્યો છે . તેથી આ શખ્સને તાત્કાલિક પકડવા ભાવનગર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

કલા અને સંસ્કૃતિ નું પિયર ગણાતું ભાવનગર છેલ્લા ઘણા સમયથી ક્રાઇમ કેપિટલ બનવા તરફ જઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી પૂર્ણ થયા અને હજુ ૪૮ કલાક જેટલો સમય વીત્યો નથી ત્યાં ભાવનગર શહેરમાં યુવાનની કરપીણ હત્યાની સત્તત ત્રીજી ઘટના બની છે.ભાવનગર શહેરના શહેર પરથી સડક પર નજીક આવેલ પંચવટી ચોક ખાતે ચાલતી કથામાં થયેલી નજીવી તકરારની દાઝ રાખીને આ જ વિસ્તારમાં રહેતા એક સગીર વયના શખ્સે આજે બપોરના સુમારે યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરતાં તેનું મોત નીપજ્યું હતું.

અંગેની ઉપલબ્ધ વિગતો એવી છે કે ભાવનગર શહેરના શેર પરથી સડક નજીક પંચવટી ચોક ખાતે હાલ પંચવટી રામ દરબાર પરિવારના યજમાનપદે શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે જેના આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવનાર અને વ્યવસાયે કાર ડ્રાઇવિંગ કરતા જીગ્નેશભાઈ સુરેશભાઈ ભટ્ટ (ઉ.વ.૩૦) આ જ વિસ્તારમાં રહેતા એક સગીર વયના શખ્સ સાથે કથામાં વ્યવસ્થાપનને લઈને નજીવી બાબતે બે દિવસ પૂર્વે તકરાર થઈ હતી. આ તકરારની દાઝ રાખીને આજે બપોરના સુમારે જ્યારે કથામાં જીગ્નેશ ભાઈ ભટ્ટ બેઠા હતા ત્યારે સગીરવયના શખ્સે તેની છાતી પર છરી વડે ગંભીર હુમલો કરતા તેને ગંભીર હાલતે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતાં ભાવનગર સીટી ડીવાયએસપી મનીષ ઠાકર અને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ આ હુમલા બાદ સગીર વયનો શખ્સ નાસી છૂટ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. 

બાઇટ : મનીષ ઠાકર, સિટી ડીવાયએસપી, ભાવનગર.

( બીજા વિઝયુલ હવે આવશે)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.