ભાવનગરઃ સમગ્ર ભારત વર્ષમાં પૌરાણિક વર્ષોથી શહેરની મધ્યમ આવેલા તળાવોના શહેરોમાં પુના અને બાદમાં ભાવનગરનો સમાવેશ થાય છે, ત્યારે ભાવનગરના ગંગાજળિયા તળાવનું નવનિર્માણ એક વર્ષથી મનપા કરી રહી છે. પરંતુ હજુ સુધી આ તળાવનું કામ પૂર્ણ થયું હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ભાવનગરના ગંગાજળિયા તળાવનું વિકાસ કાર્ય રામ ભરોસેઃ વિપક્ષનો આક્ષેપ - Work on Gangajalia Lake in Bhavnagar is still in progress
ભાવનગરના મધ્યમાં આવેલા ગંગાજળિયા તળાવના વિકાસનું કામ આશરે 3 વર્ષથી ચાલે છે હજુ પૂરું નહિ થતા વિપક્ષે પ્રહાર કર્યો છે ત્યારે ભાવેણાવાસીઓને વિકાસના નામે મત લીધા બાદ વિકાસ કરવામાં થતો વિલંબ આખરે કોના પાપે થાય છે. પ્રજાના કલ્યાણના હિત માટે રજવાડું પણ સોંપનાર મહારાજાની નીતિઓમાંથી પણ રાજકારણીઓ કોઈ જ્ઞાન નથી મેળવી શક્યા. જેથી વિકાસની બાબતમાં ભાવનગર આજે સૌરાષ્ટ્રમાં પાછળ જોવા મળી રહ્યું છે.
ભાવનગર