ભાવનગરઃ ચોમાસા પૂર્વે જર્જરિત મકાનોને નોટિસો મનપા આપતી હોય છે કે, મકાન માલિકો મકાન ઉતારી લે છે. જેથી કોઇ બનાવ બને નહીં પણ કોઇ સમજાતું નથી અને મકાન ધરાશાયી થતાં રહે છે. આવું કંઇ બન્યું હતું. ભાવનગરના વડવા ખાડિયા કુવા વિસ્તારમાં મકાન ધરાશાયી થયું અને સમગ્ર પરિવાર કાટમાળ નીચે દબાઇ ગયો હતો.
ભાવનગરમાં કાચા મકાનો જર્જરિત થયા બાદ કોઈ જાનહાનિ થાય નહીં તેની જવાબદારી મનપાની છે, પણ ભાવનગરમાં મનપાના સત્તાધીશો કે અધિકારીઓને તેની કોઈ ચિંતા નથી. આશરે 100 જેટલી ઇમારતો એવી હશે જેને ઉતારી લેવી જરૂરી છે.
આમ, તો ચોમાસામાં મકાનો જર્જરિત થાય અને ધરાશાયી બનતા હોય છે, પણ ભર ઉનાળે મકાન ધરાશાયી થયું છે. રાજુભાઇ હાડા નામના વ્યક્તિનું મકાન વડવા ખાડિયા કુવા પાસે આવેલું છે. મકાન સાંજના સમયે ઘરના દરેક સભ્યો ઘરે હતા, ત્યારે છત તૂટી પડી હતી. કાટમાળમાં રાજુભાઇ તેની પત્ની મીનાબેન પુત્ર વિકી અને રીમાં નામની મહિલા દબાઈ ગયા હતા.
આ બનાવને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડ સ્થળ પર દોડી આવ્યા હતા અને મીનાબેનને બહાર કાઢવામાં આવ્યા હતા તો અન્યને પણ સામાન્ય ઇજા થતાં બહાર કાઢી લેવામાં આવ્યા હતા. મીનાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું.