ભાવનગરઃ શહેરમાં પાન મસાલાની દુકાન પર તંત્રની તવાઈ બાદ હવે પાન મસાલાના હોલસેલ વેપારી દુકાન ખોલવાને પગલે કલેક્ટર કચેરીએ દોડી ગયા હતા. વેપારીઓએ માગ કરી છે કે, તેમને સુરક્ષા પુરી પાડવામાં આવે તેની પાછળનું કારણ પણ વેપારીઓએ તંત્રને રજૂ કર્યું હતુ.
![ભાવનગરમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓની તંત્રને રજૂઆત, દુકાનો ખોલવા સુરક્ષાની માગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjbvn01mangavchirag7208680_28052020171109_2805f_02326_191.jpg)
તો કેટલાક અસામાજિક તત્વો ધમકાવીને માલસામાન લઈ જાય છે સાથે વેપારીઓનું કહેવું છે કે તેમની પાસે માલ સામાન પૂરતો નથી અને કંપનીઓનું ઉત્પાદન પણ ઓછું હોવાને કારણે આવક નથી તેથી દુકાનો વેપારીઓ ખોલે પણ કોઈ રસ્તો શોધીને તંત્ર સુરક્ષા આપે અને દુકાનો ખોલવામાં મદદ કરે તેવી માગ કલેકટરને રજૂઆત કરીને કરવામાં આવી હતી.