- શેત્રુંજી ડેમની ડાબા જમણા કાંઠાની કેનાલમાં છોડયું પાણી
- ખેડૂતોની માંગ ને લઈ ડાબા અને જમણા કાંઠા કેનાલમાં 100 ક્યુસેક છોડાયું પાણી
- તળાજા,પાલીતાણા ના ધારાસભ્ય સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત
ભાવનગર : શેત્રુંજી ડેમમાંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલ મારફતે ખેડૂતો માટે પિયત માટે પાણી છોડવાની માંગ તાજેતરમાં જ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી.સિંચાઈ વિભાગ દ્વારા 100 કયુસેક પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.
શેત્રુંજી ડેમ માંથી છોડવામાં આવ્યું પિયત નું પાણી
પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજીડેમમાંથી સિચાઈ માટે કેનાલ મારફતે પાણી છોડવામાં આવે છે.શિયાળુ પાક લેતા ખેડૂતો દ્વારા તાજેતરમાં જ પાકને પિયત માટે પાણી છોડવાની માંગ સિચાઈ વિભાગ પાસે કરવામાં આવી હતી. જેને લઈને સિચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની માંગ પાણી છોડવા માટેના ફોર્મ આવતા શેત્રુંજી ડાબા અને જમણા કાંઠાની કેનાલોમાં 1100 હેક્ટર માટે 100 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતુ. જેના કારણે પાલીતાણા,તળાજા,ઘોઘા,ભાવનગર જેવા વિસ્તારના ખેડૂતોને લાભ મળશે.કેનાલમાં પાણી છોડતા સમયે પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા તળાજાના કોંગ્રેસ ધારાસભ્ય કનુભાઈ બારૈયા સહિતના નેતાઓએ પૂજા કરી ખેડૂતો માટે પાણી છોડવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો :