ભાવનગર: શહેરના કુંભારવાડાના મફતનગરમાં નદીમાં આવેલા વધુ પ્રવાહના પગલે ખાર વિસ્તારમાં પાણીનું સ્તર વધી ગયું છે. પાળા તોડી પાણી મફતનગરમાં ઘુસી ગયું હતું. પાણી ઉતરતા કેટલાક ઘરોની આજુબાજુમાં ગંદા પાણી હજુ છે, ત્યારે લોકો સવાલ કરે છે કે, માસ્ક ના પહેરો તો દંડ અને આ ગંદા પાણી ફરી વળ્યાં તો કોને દંડ? જવાબદારી મનપાની છે અને તંત્રની છે કે, પાળા મજબૂત કરે અથવા તો નદીના આવતા પાણીના પ્રવાહને દરિયામાં વહેતુ કરવાની સમસ્યા હલ કરે.
![water](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/exclusivergjbvn02paaniavbchiragrtu7208680_02092020170720_0209f_02103_255.jpg)
![water](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/exclusivergjbvn02paaniavbchiragrtu7208680_02092020170720_0209f_02103_1030.jpg)
ભાવનગરના કુંભારવાડા વિસ્તાર પછાત વિસ્તાર છે અને તેના છેવાડે આવેલું છે. મફતનગરના લોકો રોજ કામ કરીને પોતાનું પેટ ભરતા હોય છે. પરંતુ ચોમાસુ આવતા આ મફતનગરના લોકો પર ભયના વાદળો છવાય છે. નદીના પાણી મફતનગરમાં ઘુસી જાય છે. મંગળવારની રાત્રે દરેક પરિવારને પાણીના કારણે જાગવાનો સમય આવ્યો હતો.
![water](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/exclusivergjbvn02paaniavbchiragrtu7208680_02092020170720_0209f_02103_333.jpg)
ભાવનગરનો સૌથી મોટો મહાનગરપાલિકાનો વોર્ડ એટલે કુંભારવાડા અને તેમાં પછાત વર્ગનું રહેઠાણ છે, ત્યારે કુંભારવાડાના છેવાડે ખાર વિસ્તાર આવેલો છે. આ ખાર વિસ્તારને અડીને કુંભારવાડાનું મફતનગર આવેલું છે. ખરી વિસ્તારને વેટલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં વિદેશી પક્ષીઓ શિયાળામાં આવે છે.
![water](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/exclusivergjbvn02paaniavbchiragrtu7208680_02092020170720_0209f_02103_965.jpg)
ચોમાસામાં આ ખાર વિસ્તારમાં કાળુભાર, ઘેલો નદીમાં પુષ્કળ પાણી દરિયામાં આવે ત્યારે મફતનગરમાં ઘુસી જાય છે. હાલમાં કાળુભાર અને ઘેલો નદી બે કાંઠે થઈ અને પાણીમાં ભાલ પંથકના ગામડાઓ ડૂબ્યા અને ભાવનગરના મફતનગર પાસે આવેલા પાળા પર પાણી આવી ગયું હતું. જેના કારણે ગરીબ લોકોને ભારે હાલાકીનો સામનો કરવા પડ્યો હતો.
![water](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/exclusivergjbvn02paaniavbchiragrtu7208680_02092020170720_0209f_02103_415.jpg)
ખાર વિસ્તારમાં ગટરના પાણીમાં ચોમાસાનું પાણી આવતા સ્તર વધ્યું અને ગરીબ લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જો કે, મફતનગર પાસે પણ રસ્તો બનાવવા પાળો કરવામાં આવ્યો છે. પરંતુ મનપા દ્વારા આ પાળાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. જેથી બે ત્રણ જગ્યા પરથી પાણી મફતનગરમાં ઘુસી જાય છે. લોકોના ઘરની ફરતે પાણી ગટરના પાણી સાથે ફરી વળે છે. લોકોના આરોગ્ય પર ખતરો ઉભો થાય છે. લોકોને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે.
ETV ભારતના અહેવાલ બાદ મહાનગરપાલિકાની એક ટીમ સ્થળ પર તપાસ માટે પહોંચી હતી, પરંતુ જ્યાંથી પાણી ઘૂસે છે, ત્યાં સુધી જવાને બદલે થોડા વિસ્તારમાં તપાસ કરીને નીકળી ગઈ હતી. ત્યારે હાલાકી ભોગવી રહેલી સ્થાનિક બહેનોએ ETV ભારત સાથે વાતચીત કરી હતી.