ભાવનગરઃ આધુનિક યુગમાં સ્માર્ટ બનતી જિંદગીમાં મનુષ્ય વાયરસો સામે ઝઝૂમી રહ્યો છે. કોરોનાકાળમાં લીલા શાકભાજીનું મહત્વ શું તે મનુષ્ય સમજ્યો છે. જ્યારે તે ફાઈવ સ્ટાર હોટલોમાં ચટપટું આરોગવાનો શોખીન બન્યો છે. લીલા શાકભાજીનું જ્યુસ(Green vegetable juice) ફળોના જ્યુસ કરતા લોકોની પસંદ બની રહ્યું છે.
સ્વાસ્થ્ય પર મનુષ્યો કોરોનાના આક્રમણ બાદ વધુ મહત્વ
સ્વાસ્થ્ય સારું તો જીવન સારું હા સ્વાસ્થ્ય પર મનુષ્યો કોરોનાના આક્રમણ બાદ વધુ મહત્વ આપવા લાગ્યા છે. ફળોના જ્યુસ (Fruit Juice) આપણે આરોગતા હોઈએ છીએ પણ ભાવનગરમાં રોગપ્રતિકારક શક્તિ (Immunity Power) વધારવા લોકો શાકભાજીના જ્યુસનો સહારો લઈ રહ્યા છે. શાકભાજીના જ્યુસ (Vegetable Juice) વિશે કોઈ દિવસ સાંભળ્યું છે તમે ચાલો અમે બતાવીએ આ જ્યૂસ શું છે.
ભાવનગરમાં શાકભાજીના જ્યુસ શું છે
ભાવનગરમાં કોરોનાકાળમાં લોકોને પોતાના શરીરમાં રોગપ્રતિકારક શક્તિની(Immunity Power) ઉણપ જોવા મળી હતી. હજુ પણ આ રોગપ્રતિકારક શક્તિને ઘણા લોકોમાં ઉણપ હોવાથી શાકભાજી, કઠોળ જેવી ચીજો આરોગી રહ્યા છે. ભાવનગરના જવેલ્સ સર્કલમાં વહેલી સવારથી ખાસ શાકભાજીના જ્યુસ (Vegetable Juice) બનાવવાની શરૂઆત થાય છે. સવારમાં દોડવા આવતા લોકો ખાસ નરણા કોઠે અલગ અલગ શાકભાજીના જ્યુસ પીવે છે. શહેરના એક નાગરિક અશ્વિનભાઈ ડોડીયા કહે છે કે કોરોના પહેલાથી હું જ્યુસ રોજ પીતો હતો તેથી કોરોનામાં પણ મારી ઇમ્યુનિટી સારી રહી છે. મારી દીકરી પણ સવારમાં મારી સાથે શાળાએ મુકવા જતા આવે છે તેથી હવે તે પણ રોજ શાકભાજીનું જ્યુસ પીને શાળાએ જવાની જીદ કરે છે.
આ પણ વાંચોઃ સ્વાસ્થ્ય અને સુંદરતા બંન્ને માટે ફાયદાકારક છે ગાજર
કેમ બનાવે છે શાકભાજીના જ્યુસ અને કઠોળની બોલબાલા
ભાવનગરના આંગણે જવેલ્સ સર્કલમાં વહેલી સવારે શાકભાજી જ્યુસ મળવાની શરૂઆત થાય છે. સવારના 10 કલાક થતા આ જ્યૂસ મળતું નથી. જ્યુસની દુકાન ચલાવતા માલિક કિશનભાઈ મેર જણાવે છે કે તેઓ જયપુર ફરવા ગયા ત્યારે શાકભાજીના જ્યુસ જોતા વિચાર આવ્યો અને તેમને શાકભાજીના જ્યુસ (Vegetable Juice) બનાવવાની શરૂઆત ભાવનગરમા કરી છે. બે વર્ષથી તેઓ પણ દૂધી, બીટ, પાલખ, તાંજળીયો, મેથી, ટમેટા સહિત દરેક લીલા શાકભાજીના જ્યુસ બનાવીને વેચી રહ્યાં છીએ. વહેલી સવારે 5 કલાકે અમે જ્યુસ બનાવવાની શરૂઆત કરીએ છીએ અને સવારે 10 કલાકે પૂરું થઈ જાય છે. દરેક કઠોળ રાખીએ છીએ અમે મિક્સ કઠોળ આપીએ છીએ અને મગનું પાણી ફ્રીમાં આપીએ છીએ. લોકોનો સહકાર સારો મળી રહ્યો છે.
તાણયુક્ત, પરિસ્થિતિ અને કોરોના જેવી સ્થિતિમાં શું ફાયદો
સમગ્ર દેશમાં કોરોનાએ ભરડો લીધો અને લોકોને પોતાની આંતરિક શક્તિની ઉણપ વર્તાઈ અને લોકો વિકલ્પ શોધવા લાગ્યા હતા. વિકલ્પ આપણા રોજબરોજના જીવનમાં હતું પણ અજાણ લોકોને જાણકારી થતા લીલા શાકભાજી લોકોએ મહદ અંશે આરોગવાની શરૂઆત કરી દીધી. જાહેરમાં શાકભાજીના જ્યુસનું (Vegetable Juice) મહત્વ અને માંગ પણ વધી છે. લોકો ઘરે પણ ધારે તો લીલા શાકભાજીનું જ્યુસ બનાવીને પોતાની રોગપ્રતિકારક શક્તિમાં (Immunity Power) વધારો કરી શકે છે.
આ પણ વાંચોઃ Juice for Good Health : બાળપણમાં જ્યુસ પીવાની ટેવથી પછીનું જીવન ફાયદાકારક બની શકે છે