ભાવનગર: શહેર મહાનગરપાલિકાના(Bhavnagar Municipal Corporation )પટાંગણમાં ઢોલ અને પંપૂડા વગાડીને કૉંગ્રેસે વિરોધ કર્યો છે. શાળા કોલેજોને વેરો 50 ટકા કરી આપતા કૉંગ્રેસે આક્ષેપ (Opposition of Congress in Bhavnagar )કર્યો છે કે દુકાનદારોને કોઈ રાહત નહિ કે કરદાતાઓને રાહત નહિ માત્ર શાળા કોલેજને રાહત આખરે કેમ આપવામાં આવી? કૉંગ્રેસે એકને ગોળ અને બીજાને ખોળ જેવી નીતિ અપનાવી છે અને કરોડોનો વર્ષો જૂનો વેરો ઉઘરાવતા નથી તેમજ વેરા બાકીદારને ત્યાં ઢોલ સાથે જાય છે એટલે અમે પણ ઢોલ સાથે વિરોધ નોંધાવ્યો છે.
મહાનગરપાલિકા હાલમાં વેરાની કડક ઉઘરાણી
ભાવનગર મહાનગરપાલિકા હાલમાં વેરાની( Tax of Bhavnagar Municipal Corporation )કડક ઉઘરાણી કરી રહી છે. કૉંગ્રેસે મહાનગરપાલિકામાં ઢોલ વગાડીને વિરોધ કરી આવેદન પત્ર આપ્યું હતું. કૉંગ્રેસે આક્ષેપ સાથે કમિશનર અને મેયરને આવેદનપત્ર આપીને એકને ગોળ અને એકને ખોળની નીતિનો આક્ષેપ કર્યો છે.
મહાનગરપાલિકામાં કમિશનર સહિત કચેરી ઢોલના અવાજથી ગુંજી
શહેરમાં માર્ચ પહેલા મહાનગરપાલિકાને વેરો યાદ આવે છે અને ટીમો બનાવીને ઢોલના સથવારે કડક ઉઘરાણી લોકોના ઘરે દુકાન કે ધંધાન સ્થળે કરવામાં આવે છે ત્યારે કૉંગ્રેસે આજે મહાનગરપાલિકાના પટાંગણમાં ઢોલ વગાડીને શાસકો સામે વિરોધ કર્યો હતો. પટાંગણમાં ઢોલ વગાડ્યા બાદ પોલીસના રોકવા છતાં કમિશનરની કચેરીની લોબીમાં અને મેયરની કચેરીની લોબીમાં ઢોલ પંપૂડા વગાડી વિરોધ દર્શાવ્યો હતો. કૉંગ્રેસેના દરેક કાર્યકરો સાથે રહ્યા હતા અને વિરોધમાં સુર પુરાવ્યો હતો.
આ પણ વાંચોઃ પતંગિયાને નિહાળવા ભાવનગર મહાનગરપાલિકા બનાવશે બટરફ્લાય પાર્ક
કૉંગ્રેસે શું કર્યો આક્ષેપ અને કેમ વગાડ્યા ઢોલ પંપૂડા
કૉંગ્રેસે ઢોલ અને વગાડીને આક્ષેપ કર્યો છે. કૉંગ્રેસે શહેર પ્રમુખ પ્રકાશ વાઘણીએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા વર્ષો જુના બાકી વેરાદારો સામે કડક ઉઘરાણી કરતી નથી અને સામાન્ય દુકાનદારો અને લોકોને બે વર્ષનો વેરો બાકી હોઈ તો ઢોલ વગાડીને વેરા વસુલાત કરી રહી છે. એકને ગોળ અને બીજાને ખોળ જેવી નીતિ અપનાવામાં આવી છે.શાળા જેવી સંસ્થાઓએ કોરોનામાં બંધ હોવા છતાં ફી ઉઘરાવી તેને 50 ટકા વેરો માફ કર્યો છે.
કૉંગ્રેસના વિરોધ પક્ષના નેતાનો આક્ષેપ અને અધિકારીનો શું જવાબ
કૉંગ્રેસના વિરોધપક્ષના નેતા ભરતભાઈ બુધેલીયાએ જણાવ્યું હતું કે અમારો વિરોધ તો શાળા કોલેજો જેવી સંસ્થાઓને 50 ટકા વેરો માફ કરી દીધો. આમ તો સવાસોથી દોઢસો કરોડ જૂનો બાકી વેરો છે તેની ઉઘરાણી નથી કરતા. નાના વેપારીઓને રાહત નથી આપતા અને શાળા કોલેજોને વેરો માફ કરી રહ્યા છે એનો અમારો વિરોધ છે. ઘરવેરા વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે શાળા કોલેજોને 2020માં 4 ગણો વેરો વધાર્યો હતો. એક મીટર દીઠ 0.75 પૈસા હતો તેનો 3 રૂપિયા કર્યો હતો અને એ વેરો આજદિન સુધી લેવાયો અને હવે તેમાં ઘટાડો કરીને એક મીટરના 3ના સ્થાને 1.50 પૈસા કરવામાં આવ્યો છે એટલે ડબલ તો છે જ. દુકાનદારોને તો 2013 થી 3 રૂપિયા વેરો છે અમે કોઈ વધારો નથી કર્યો.
આ પણ વાંચોઃ Bhavnagar Municipal Corporation: મહાનગરપાલિકાની જૂની લેણી રકમ 179 કરોડ, ખાલી વ્યાજ જ 108 કરોડ રૂપિયા