- ભાવનગરમાં નક્કી કરેલા ટાર્ગેટમાં મનપનું માત્ર 58.72 ટકા વેક્સિનેશન
- 6 જુલાઈ સુધીમાં વેક્સિનેશનમાં ટકાવારી 64 ટકા નોંધાઇ
- ભાવનગરમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે
ભાવનગરઃ મહાનગરપાલિકાના ચાલતા વેક્સિનેશનમાં પાછળથી શરૂ થયેલા 18 કેન્દ્રો પર વેક્સિનેશનમાં યુવાનો ટકાવારીમાં આગળ નથી ઓન ટૂંકા સમયમાં 40 ટકા લોકોએ વેક્સિન મેળવી લીધી છે. જ્યારે તેના પહેલા શરૂ થયેલા 45 કેન્દ્રો પર લોકો હજુ 64 ટકા લોકોએ જ વેક્સિન લીધી છે. જ્યારે શહેરમાં બીજા ડોઝમાં ભાવનગરમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. માત્ર 21.34 ટકા ભાવનગરન લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.
આ પણ વાંચોઃ મોરબીમાં વેક્સિનેશનને વેગવંતુ બનાવવા વિદ્યાર્થીઓ ચલાવશે જાગૃતિ અભિયાન
45 સ્થળો પર વેક્સિનેસન થયું
ભાવનગર શહેરમાં વેક્સિન આવ્યા બાદ મહાનગરપાલિકા 45 સ્થળો પર વેક્સિનેસન માટે બીડું ઝડપ્યું હતું. મહાનગરપાલિકાએ બીજી લહેર પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 58 ટકા વેક્સિનેશન કર્યું છે. 18 પ્લસ અને 45 ઉપરના લોકોના વેક્સિનેશનમાં પણ તફાવત જોવા મળ્યો છે. ત્યારે વેક્સિનેશનમાં ભાવેણાવાસીઓ કેટલે પહોંચ્યા જાણીએ.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આજે અને આવતીકાલે વેક્સિનેશન (Corona vaccination) રહેશે બંધ
વેક્સિનેશન માટે મહાનગરપાલિકાની શું વ્યવસ્થા
ભાવનગર મહાનગરપાલિકાએ વેક્સિન માટે 13 પોતાના આરોગ્ય કેન્દ્રો સહિત અન્ય 20 સ્થળો ઉપર વેક્સિન આપવાની પ્રક્રિયા હાથ ધરેલી છે. મહાનગરપાલિકાએ તબક્કા વાર વેક્સિનેશન માટે કામગીરી કરી છે. 18 પ્લસ અને 45 ઉપરના લોકો માટે વેક્સિનની અલગ વ્યવસ્થાઓ છે. જેથી કરીને લોકોને હાલાકી ઉભી થાય નહીં. મહાનગરપાલિકા આજદિન સુધીમાં 58.72 ટકા વેક્સિનેશન કરવામાં સફળ થઈ છે, જ્યારે હજુ વેક્સિન જેમ જેમ ઉપલબ્ધ થતી જાય તેમ તેમ આપવામાં આવશે.
ભાવનગર મહાનગરપાલિકાએ પ્રથમ વેક્સિન આપવાનો પ્રારંભ આરોગ્ય ક્ષેત્રે જોડાયેલા કર્મચારીઓથી કર્યો હતો. વિગત વાર જોઈએ કેટલાયે વેક્સિન લીધી અને શું છે મહાનગરપાલિકાનો ટાર્ગેટ
હેલ્થ વોર્કર અપવામાં આવેલી રસી
ટાર્ગેટ | 1 ડોઝ | 2 ડોઝ |
13,063 | 13,368 | 9,760 |
ટકાવારી | 102.33 ટકા | 74.71 ટકા |
ફ્રન્ટ લાઇન વોર્યરસનો ટાર્ગેટ
ટાર્ગેટ | 1 ડોઝ | 2 ડોઝ |
18679 | 29,542 | 20,357 |
ટકાવારી | 158.16 ટકા | 158.16 ટકા |
45 વર્ષથી ઉપરના લોકોનું વેક્સિનેશન
ટાર્ગેટ | 1 ડોઝ | 2 ડોઝ |
16,92,84 | 10,93,97 | 58,58,5 |
ટકાવારી | 64.62 ટકા | 34.61 ટકા |
18થી 44 વર્ષના લોકોનું વેક્સિનેશન
ટાર્ગેટ | 1 ડોઝ | 2 ડોઝ |
28,55,42 | 11,47,45 | 8,369 |
ટકાવારી | 40.18 ટકા | 2.93 ટકા |
ભાવનગર માહાનગર પાલિકા દ્વારા કુલ વેક્સિનેશન
ટાર્ગેટ | 1 ડોઝ | 2 ડોઝ |
45,48,26 | 26,70,52 | 9,7071 |
ટકાવારી | 58.72 ટકા | 21.34 ટકા |
ઉપર મુજબની પરિસ્થિતિ 6 જુલાઈ સુધીની છે ત્યારે મહાનગરપાલિકાને આમ સફળતા મળી છે પણ પ્રથમ ડોઝમાં હજુ 58 ટકા વેકસીનેશન થયું છે. તો બીજો ડોઝ લેવામાં લોકો ખૂબ પાછળ છે. માત્ર 21 ટકા લોકોએ બિઝો ડોઝ લીધો છે. આ પરિસ્થિતિ પ્રમાણે વેકસીનેશન થાય તો સમગ્ર ભાવેણાવાસીઓને હજુ બે વર્ષ બંને ડોઝ લેવામાં લાગે તો નવાઈ નહિ.