- મહુવાના ક્રિષ્ના કોમ્યુનિટી હોલમાં કોવિડ-19 વેક્સિનેસનનુંં આયોજન
- 2,500 લોકોનું કોવિડ-19નું વેક્સિનેશન કરવામાં આવ્યું
- લોકોને લાવવા-લઇ જવા બસ, કાર અને રિક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી
ભાવનગર : રાજ્યમાં હાલમાં વધી રહેલા કોરોનાના કેસ અને ભારત સરકાર દ્વારા કોવિડ વેક્સિન આપવાની સૂચના અનુસાર મહુવામાં ગઇકાલે શુક્રવારે ક્રિષ્ના કોમ્યુનિટી હોલમાં કોવિડ-19 વેક્સિનેસનનુંં આયોજન કરવામાં આવ્યું હતું.
મહુવામાં હેલ્થ સેન્ટર દ્વારા પણ વેક્સિનેશન થયા
મહુવામાં હેલ્થ સેન્ટર દ્વારા પણ વેક્સિનેશન થયા જ છે. જિલ્લા ભાજપ પ્રમુખની સૂચના અનુસાર, વેક્સિનેશન કેમ્પ કરવાના હોવાથી મહુવા નગરપાલિકા અને મહુવા ભાજપ દ્વારા કાલે શુક્રવારે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ભરૂચમાં પત્રકારો માટે રસીકરણ કેમ્પ યોજાયો
2,500 લોકોનું વેક્સિનેશન થયું
વેક્સિનેશન રસીકરણ કેમ્પમાં મહુવાના ધારાસભ્ય આર.સી મકવાણા તેમજ નગરપાલિકા પ્રમુખ ગીતા તેમજ સંગઠનના પદાધિકારીઓ અને મહુવા નગરપાલિકાના કાઉન્સિલરો ઉપસ્થિત રહીને અંદાજે 2,500 લોકોનું કોવિડ-19નું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટમાં મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો
વેક્સિનેશનનો લોકોએ બહોળા પ્રમાણમાં ભાગ લીધો
વેક્સિનેશન કેમ્પનો મહુવાના લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો અને મહુવાના લોકોને લાવવા-લઇ જવા માટેે નગરપાલિકા દ્વારા બસ, કાર અને રિક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આજના આ વેક્સિનેશન કેમ્પથી લોકોમાં સરાહનીય કામ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.