ETV Bharat / state

Uttarayan 2024: ભાવનગરની બજારોમાં ઉત્તરાયણના 1 દિવસ અગાઉ ગ્રાહકો ઉમટ્યાં, પતંગ દોરીના ભાવો વધ્યા - ચીકી

ભાવનગર શહેરમાં ઉતરાયણની તૈયારીઓ પૂર જોશમાં થઈ રહી છે. પતંગ-દોરીના ભાવોમાં વધારે હોવા છતાં પતંગ રસિયાઓ ધૂમ ખરીદી કરી રહ્યા છે. ETV ભારતે ઉત્તરાયણ ખરીદી બાબતે વેપારી અને ગ્રાહકો સાથે કરી વાતચીત. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Uttarayan 2024 Bhavnagar Kite Thread Chikki Sugarcane Price Hike

ભાવનગર શહેરમાં ઉતરાયણની તૈયારીઓ પૂર જોશમાં થઈ રહી છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2024, 7:43 PM IST

ગત વર્ષ કરતા બજારમાં સુધારો હોવાનું વેપારીઓ માની રહ્યા છે

ભાવનગરઃ ઉતરાયણને એક દિવસ બાકી છે ત્યારે પતંગ, દોરી, શેરડી અને ચીકી વગેરેની બજારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા બજારમાં સુધારો હોવાનું વેપારીઓ માની રહ્યા છે. ઉત્તરાયણમાં વપરાતા માત્ર પતંગ-દોરી જ નહિ પરંતુ ચીકી, શેરડી, વિવિધ પ્રકારના માસ્ક, પીપુડાં, ફિંગર કવર, રંગબેરંગી ટોપી, ટુક્કલ વગેરેમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

પતંગ-દોરી બજાર ઉચકાયુંઃ ભાવનગર શહેરમાં ઉતરાયણને લીધે પતંગ-દોરીની બજાર પણ જામ્યું છે. પતંગના ભાવમાં 5 પતંગે(પંજો) 25 રુપિયાનો વધારો નોંધાયો છે. શહેરમાં વિવિધ કંપનીના દોરીની રીલોના ભાવ 100 થી લઈને 600 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે. આ કાચી દોરી ઉપર કલર ચડાવવા માટે માંજાવાળાને ત્યાં પણ 50થી લઈને 150 રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે. દોરી 900 મીટર, 2500 મીટર અને 5,000 મીટર લંબાઈની વહેચાઈ રહી છે. માત્ર પતંગ-દોરી જ નહિ પરંતુ ચીકી, શેરડી, વિવિધ પ્રકારના માસ્ક, પીપુડાં, ફિંગર કવર, રંગબેરંગી ટોપી, ટુક્કલ વગેરેમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

ચીકીની ખરીદી વધીઃ ઉત્તરાયણમાં ચેન્નાઈ અને સુરત તરફથી આવતી કાળી શેરડીની માંગ વધારે છે. 12 શેરડીના સાંઠા એટલે કે 1 ભારાનો ભાવ 400થી લઈને 600 રૂપિયા સુધીનો ભાવ છે. જ્યારે ગુજરાતની સ્થાનિક લીલી શેરડી 100થી લઈને 200 રુપિયે વેચાઈ રહી છે. શેહરમાં સીંગ, દાળિયા, તલની ચીકી અને મમરા-તલના લાડવા 120થી લઈને 200ની વચ્ચે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

ધાબા પર સાફ સફાઈઃ પતંગ રસિયાઓ ઉત્તરાયણનો આખો દિવસ ધાબા પર વિતાવે છે. તેથી ઉત્તરાયણની અગાઉ ધાબા સાફ સફાઈ કરીને ચોખ્ખા કરવામાં આવે છે. આ પર્વે નાગરિકો ધાબા પર જમવા અને મ્યૂઝિકની મજા પણ માણતા હોય છે. રાત્રે પણ અંધારામાં પતંગ રસિયાઓ ટુક્કલનો આનંદ લઈને મોડી રાત્રે ધાબેથી નીચે આવતા હોય છે. તેથી આ પર્વમાં દરેક ઘરના ધાબાને સાફ કરવામાં આવે છે.

ગત વર્ષ કરતા આ વર્ષે પતંગ દોરીનું બજાર ઊંચું છે. ગત વર્ષે પાંચ પતંગનો પંજો અમે 20ને બદલે 15 રુપિયામાં વેચતા હતા. આ વર્ષે પંજાનો શરુઆતનો ભાવ 25 રુપિયા મળી રહ્યો છે. પતંગ ખરીદવા માટે ગ્રાહકો પણ વધુ આવી રહ્યા છે...સબીર(પતંગના વેપારી, ભાવનગર)

આ વખતે ઉત્તરાયણની નજીક બજારનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે. પતંગ અને શેરડીના ભાવ પણ વધ્યા છે...પ્રતીક સોલંકી(ગ્રાહક, ભાવનગર)

  1. પાટણમાં છેલ્લી ઘડીએ પતંગ દોરીની ખરીદીમાં જોવા મળ્યો ઉછાળો
  2. પાટણમાં આંગણવાડીના બાળકોને પતંગ દોરીનું વિતરણ કરાયું

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.