ETV Bharat / state

Unseasonal Rain Bhavnagar:કમોસમી વરસાદે ગરમી ઓછી કરી, ખેડૂતોની ચિંતા વધારી દીધી

એકબાજું કાળઝાળ ગરમી પડી રહી છે. એવામાં ભાવનગરના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. ભાવનગરમાં કમોસમી વરસાદથી ગરમીથી થોડી રાહત મળી છે. પણ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ઉનાળું પાક પર પાણી ફરી વળ્યું છે.

Unseasonal Rain Bhavnagar:કમોસમી વરસાદે ગરમી ઓછી કરી, ખેડૂતોની ચિંતા વધારી દીધી
Unseasonal Rain Bhavnagar:કમોસમી વરસાદે ગરમી ઓછી કરી, ખેડૂતોની ચિંતા વધારી દીધી
author img

By

Published : May 16, 2023, 10:44 PM IST

Unseasonal Rain Bhavnagar:કમોસમી વરસાદે ગરમી ઓછી કરી, ખેડૂતોની ચિંતા વધારી દીધી

ભાવનગરઃ ભાવનગર શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા અણધાર્યો વરસાદ પડ્યો હતો. જેના કારણે વરસાદના પાણી મુખ્ય રસ્તાઓ પર ફરી વળ્યા હતા. એટલું જ નહીં ભેજનું પ્રમાણ પણ સાંજ પડતા વધી ગયું હતું. આકરા ઉનાળામાં ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું હતું. ત્યારે બે દિવસના કમોસમી વરસાદે ગરમીનો પારો નીચે ઉતારતા ઘરમાં પણ લોકોને બફારમાંથી રાહત મળી છે. કમોસમી વરસાદમાં બાળકોએ આનંદ લૂંટયો તો પશુપંખીઓ માટે પ્રકૃતિપ્રેમીઓ આશીર્વાદ સમાન માની રહ્યા છે.

બે દિવસથી વરસાદઃ બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. સમી સાંજે વાતાવરણમાં પલટો આવતાની સાથે વરસાદ વરસ્યો હતો. દિવસ દરમ્યાન વાદળછાયું વાતવરણ અને સાંજે અચાનક ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. શહેરમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદની એન્ટ્રી થતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. ભાવનગર શહેર સવારથી વાદળછાયું વાતવરણ સવારમાં ગઈકાલે રહ્યું હતું.

ચોમાસા જેવું હવામાનઃ સાંજ થતાની સાથે કાળા વાદળો ધસી આવ્યા હતા. ગઈકાલે સમી સાંજે વરસાદ કમોસમી વરસતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.ત્યારે 16 તારીખના રોજ પણ સવારે વાદળો અને સાંજે 7 કલાકે ઢળતી સાંજે વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો. વીજળીના કડાકા અને ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી તો ખાચા ગલીઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

પારો ગગડ્યોઃ વરસાદમાં આકરી ગરમીમાં રેનકોટ અને છત્રી મેળવવાની ફરજ પડી હતી. નાના બાળકોએ વરસાદની મજા લૂંટવાની આકરી ગરમી વચ્ચે ચુક્યા નોહતા. પાણીમાં છબછબિયાઓ કરીને બાળકોએ પણ કમોસમી વરસાદનો આનંદ લૂંટયો હતો. ગઈકાલે આવેલા કમોસમી વરસાદના કારણે છેલ્લા એક અઠવાડિયામાં 43 ડિગ્રીએ પોહચી ગયેલો તાપમાનનો પારો 38 ડિગ્રીએ આવી ગયો હતો. ત્યારે સતત બીજા દિવસે આવેલા કમોસમી વરસાદથી પારો 35 ડિગ્રીએ અને રાત્રીનું તાપમાન 28 ડિગ્રીએ પોહચી ગયું હતું.

સમગ્ર પંથકમાં વરસાદઃ આમ અતિશય 43 માંથી 35એ આવેલા ગરમીના પારાથી 7 ડિગ્રીના ઘટાડાએ ગરમીનું પ્રમાણ એકદમ નીચે જતું રહ્યું હતું. ઘરમાં પણ રાત્રે રહેવું મુશ્કેલ બનેલી પરિસ્થિતિ કમોસમી વરસાદથી બદલાઈ અને ઠંડકમાં પ્રસરી હતી. ભાવનગરમાં બે દિવસમાં કમોસમી વરસાદે શહેર જિલ્લામાં માહોલ ચોમાસા જેવો બની ગયો છે. રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. શહેર સાથે જિલ્લામાં પણ તળાજા,સિહોર અને ભાલ પંથકમાં વરસાદ વરસ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.