- ભાવનગરની તાપિબાઈ વિકાસગૃહના ત્રણ બાળકો લેવાશે દત્તક
- શ્રી તાપીબાઇ ગાંધી વિકાસગૃહના ૩ બાળકોને મળશે માતાનો પાલવ
- અત્યાર સુધીમાં 314 બાળકોને ઘર પરિવારમા પુન: સ્થાપન કરેલ
ભાવનગર : શહેરમાં તા.8 ના રોજ કલકટરશ્રીની હાજરીમાં શહેરની અનાથ બાળકોનું પુનઃ સ્થાપન કરતી તાપિબાઈ ના ત્રણ બાળકોનુ પુનઃ સ્થાપન થવાનું છે ફરી એક બાળકને માતાનો પાલવ મળવાનો છે
શ્રી તાપીબાઇ ગાંધી વિકાસગૃહના ૩ બાળકોને મળશે માતાનો પાલવ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર દ્વારા અનુદાનિત ભાવનગરની જાણીતી સામાજિક સંસ્થા શ્રી તાપીબાઇ આર. ગાંધી વિકાસગૃહ ખાતે વિષિષ્ટ દત્તક સંસ્થા દ્વારા ઉછેર પામતા ત્રણ બાળકોને માતાનો પાલવ અને પિતાનુ પ્રાંગણ મળશે. આ બાળકોનો ઉછેર દત્તકવિધિ સમારોહ તારીખ ૦8/૦1/2021ના રોજ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામા તાપીબાઇ વિકાસગૃહ ખાતે બપોરે 12:00 કલાકે યોજાનાર છે. આ કાર્યક્રમમા જીવરાજભાઇ મોણપરા-માધવ ગૃપ, કોમલકાંત શર્મા-લીલા ગૃપ, વિષ્ણુકુમાર ગુપ્તા- એસ.આર.આઇ.એ,સંજયભાઇ મહેતા, હરેશભાઇ પરમાર, રીતેશભાઇ અગ્રવાલ, નઝીરભાઇ કલીવાલા, રમેશભાઇ દાઠાવાળા સહિતના મહાનુભાવો હાજર રહી બાળકોને વાત્સલ્યસભર આશિર્વાદ આપશે.
કેટલા બાળકોનું પુનઃ સ્થાપન અને કેટલી દીકરીઓને લગ્નગ્રંથિથી જોડાઈ
સંસ્થાના કોષાધ્યક્ષ ડૉ.ગિરીશભાઇ વાઘાણીએ આ અંગે જણાવ્યુ છે કે, આ સંસ્થા 1962થી આ વિશિષ્ટ સેવાકીય કાર્ય કરી રહી છે. જેમા અત્યાર સુધીમા 314 બાળકોને ઘર પરિવારમા પુન: સ્થાપન કરેલ છે. સાથે સાથે આવી 118 દિકરીઓને લગ્નગ્રંથિથી જોડી સમાજમા પુન: સ્થાપન કરેલ છે. તથા આ દિકરીઓને પગભર થઇ સમાજમા માનભેર રહી શકે તે માટે તેમના અભ્યાસની સાથે સાથે આરોગ્ય અને સ્વાવલંબી થવા કૌશલ્યવર્ધન તાલીમ પણ સંસ્થામા જ આપવામા આવે છે.