- ધો.6 અને 7ના વર્ગો બંધ કરવામાં આવતા ગામના લોકોમાં રોષ
- અભ્યાસ કરાતા વિધાર્થીઓની સંખ્યા ૨૦થી ઓછી થઈ
- ૧૩ વિધાર્થીઓને ધારૂકા પ્રાથમિક શાળામાં મર્જ કરવાનો સરકારનો આદેશ
- સરકારના આદેશ સામો વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષની લાગણી
- વિધાર્થીઓને જંગલ વિસ્તારમાંથી પસાર થવું પડશે
- સરકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શિત કરી શિક્ષણ વિભાગને શાળા મર્જ નહિ કરવા રજૂઆત
આ પણ વાંચોઃ વડોદરાઃ આનંદ વિદ્યા વિહાર શાળાના 3 વિદ્યાર્થી કોરોના સંક્રમિત
ભાવનગર: ઉમરાળા તાલુકાના ટીંબા ગામે આવેલા ટીંબા પ્રાથમિક શાળામાં ધોરણ ૬ અને ૭માં અભ્યાસ કરતા વિધાર્થીઓની કુલ સંખ્યા ૧૩ થતાં સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ઉમરાળા તાલુકાના ધારૂકા ગામની પ્રાથમિક શાળામાં મર્જ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ટીંબા ગામના લોકો તેમજ વિધાર્થીઓના વાલીઓમાં રોષ ફેલાઈ જતા ટીંબા પ્રાથમિક શાળાને તાળાબંધી કરી શાળા મર્જ કરવાના સરકારના આદેશ સામે વિરોધ પ્રદર્શિત કરી શિક્ષણ વિભાગને શાળા મર્જ નહિ કરવા રજૂઆત કરી હતી. ટીંબા પ્રાથમિક શાળામાં ધોરણ ૬ અને ૭માં અભ્યાસ કરતા વિધાર્થીઓમાં ૧૨ વિધાર્થીનીઓ અને ૧ વિધાર્થીનો સમાવેશ થતો હતો. ગ્રામજનોનું કહેવું છેકે ટીંબીથી ધારૂકા મર્જ કરેલા વિધાર્થીઓને જંગલ વિસ્તારમાંથી પસાર થવું પડશે અને ૧૧ જેટલી વિધાર્થીનીઓની સુરક્ષા અંગે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. જેને લઈને સરકાર દ્વારા વિધાર્થીઓ માટે કોઈ વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી. તેમજ શાળામાં બે મહિના અગાઉ ધોરણ ૬ અને ૭નાં વર્ગો ચાલુ જ હતા તો શા માટે બંધ કરી વિધાર્થીઓને અન્ય શાળામાં મર્જ કરવમાં આવ્યા ? સહિતના અનેક સવાલો સાથે વિધાર્થીઓના વાલીઓએ શાળાએ આવી લેખિત રજૂઆત કરી હતી અને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
આ પણ વાંચોઃ VNSGUના વિદ્યાર્થીઓને હજી સુધી ટેબલેટ આપવા આવ્યા નથી
શુ કહી રહ્યા છે શાળાના આચાર્ય
જોકે પ્રાથમિક શાળા સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધોરણ ૬ અને ૭ના વિધાર્થીઓને સરકારનાં આદેશ અનુસાર અન્ય ધારૂકા શાળામાં મર્જ કરવામાં આવ્યા છે તેમજ વિધાર્થીઓને ધારૂકા શાળાએ જવા માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવશે. વિધાર્થીઓ ધારૂકા શાળામાં એડમીશન લેશે ત્યારબાદ વ્યસ્થા કરવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.