ETV Bharat / state

ભાવનગર મનપામાં નગરસેવક અને અધિકારી લિફ્ટમાં ફસાયા

ભાવનગર મનપામાં લિફ્ટ વારંવાર બંધ પડે છે. ત્યારે આજે લિફ્ટમાં કોંગ્રેસના નગરસેવક અને અધિકારી ફસાઈ ગયા હતા. જેને લોકોએ જાળીમાંથી બહાર કાઢ્યા હતાં.

પાંજરામાં દીપડો ફસાઇ તેમ નગરસેવક અને અધિકારી લિફ્ટમાં ફસાયા

author img

By

Published : Feb 17, 2020, 5:11 PM IST

ભાવનગર: મનપામાં અઘોર તંત્ર ચાલી રહ્યું છે. તેનો પુરાવો ક્યાંય લેવા જાવો પડે તેમ નથી. ભાવનગર બિલ્ડિંગમાં આવેલી અને મેયરની ચેમ્બર સુધી પહોંચાડતી લિફ્ટ અધ વચ્ચે અટવાઈ ગઈ હતી અને તેમા બાદમાં જોવા જેવી થઈ હતી.

બંધ લિફ્ટ વીડિયોમાં જોઈને એમ લાગે કોઈ પ્રાણીને પકડ્યું છે. પણ ના અહીંા મત માટે લોકોને પોતાના ભાષણોથી પાંજરામાં પુરે છે. પણ અહીંયા એ જ નેતા મનપામાં પોતાના જ કાર્યસ્થળ મનપાની બિલ્ડિંગની લિફ્ટમાં ફસાયા. પાંજરામાં પુરાયા હોઈ તેવી વેદના અહીં વ્યક્ત થતી હતી.

પાંજરામાં દીપડો ફસાઇ તેમ નગરસેવક અને અધિકારી લિફ્ટમાં ફસાયા

સમગ્ર બનાવમાં એવું થયું કે, ભાવનગરની મનપામાં આવીને મેયર ચેમ્બર સુધી પહોંચવા કોંગ્રેસના નગરસેવક રહીમભાઈ કુરેશી લિફ્ટમાં ચડ્યા અને સાથે એક અધિકારી પણ ચોથા માળે જવા માટે સાથે હતા. લિફ્ટ શરૂ થઈ અને ચોથો માળ આવે તે પહેલાં અટકાઈ ગઈ હતી અને નગરસેવક અને અધિકારી ફસાયા હતા. નગરસેવક અને અધિકારીને ચોથા માળે રહેલા લોકોએ મહા મહેનતથી લિફ્ટ ખોલી અને બહાર કાઢ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે રેઢિયાળ તંત્રની રેઢિયાળ લિફ્ટ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.