- અલંગ ખાતે એમવી ડ્રીમ પેસેન્જર શિપ ભંગાણ અર્થે આવ્યું
- એમવી ડ્રીમ પેસેન્જર લક્ઝરીયસ શિપ ભંગાણ અર્થે આવ્યું
- 17,900 ટન વજન તેમજ 560 પ્રવાસી અને 240 ક્રુ મેમ્બરો પ્રવાસ કરી શકે તે એમવી ડ્રીમ જહાજ
- થીયેટર, સ્વીમીંગ પુલ, ગેમ જોન, ડાન્સ બાર જેવી અધ્યતન સુવિધા યુક્ત જહાજ ભંગાણ અર્થે આવ્યું
ભાવનગરઃ જિલ્લાના અલંગ ખાતે એક પછી એક લક્ઝરીયસ જહાજ ભંગાણ અર્થે આવી રહ્યા છે, તાજેતરમાં જ કર્ણિકા લક્ઝરીયસ જહાજ ભંગાણ માટે આવી પહોંચ્યું છે, ત્યાં બીજુ એક લક્ઝરીયસ એમવી ડ્રીમ નામનું પેસેન્જર શિપ ભંગાણ અર્થે આવી રહ્યું છે. આ શિપ ડેન્માર્ક કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું, તેમજ શિપનું કુલ વજન 17,900 ટન ધરાવે છે. આ શિપ દરિયાઈ પ્રવાસીઓને પ્રવાસમાં આનંદ લઇ શકે તે માટે શિપમાં 11 માળ અને 560 પ્રવાસીઓ પ્રવાસ કરી શકે તે રીતના જહાજ પર 240 જેટલા ક્રુ મેમ્બરો સાથેનું આ જહાજ છે.
લક્ઝરીયસ શિપની અંદરની સુવિધાઓ
જહાજમાં પ્રવાસીના મનોરંજન માટે થીયેટર, સ્વીમીંગ પુલ, ગેમ જોન, ડાન્સ બાર જેવી અધ્યતન સુવિધા યુક્ત જહાજને ભંગાણ અર્થે અલંગ લાવવામાં આવ્યું છે. શિપ બ્રેકર નજીર કલીવાલા દ્વારા ડેન્માર્ક કંપની પાસેથી 7 મીલીયન ડોલર (52 કરોડ રૂપિયા)માં ખરીદ કરવામાં આવ્યું છે.
અલંગના દરિયાકાંઠે લાવવામાં આવ્યું લક્ઝરીયસ જહાજ
હાલ કોરોના સંક્રમણ બાદ અનલોક દરમ્યાન અલંગ ખાતે અનેક મોટા જહાજો ભંગાણ અર્થે આવેલા છે, જેમાં સૌથી વધુ પેસેન્જર લક્ઝરીયસ જહાજો આવ્યા છે, આવનાર દિવસોમાં લક્ઝરીયસ જહાજ અલંગ ખાતેથી થોડે દુર દરિયામાં લાંગરી દેવામાં આવેલા છે.
શિપ ખરીદનાર દ્વારા લક્ઝરીયસ જહાજો પર ખુલાસો
અલંગ ખાતે ભંગાણ અર્થે આવતા પેસેન્જર લક્ઝરીયસ શિપ બાબતે એમવી ડ્રીમ શિપ ખરીદનાર નજીર કલીવાલાએ જણાવેલ કે ગત વર્ષે 2020માં કોરોના સમયને લઈને ઘણી પેસેન્જર શિપ ચલાવતી કંપનીઓના શિપો બંધ પડી રહ્યા હતા, તેમજ હાલનાં સમયમાં પણ કોરોનાની સ્થિતિમાં કોઈ સુધાર નહિ આવતા લોકો હરવા ફરવાનું ટાળી રહ્યા છે, જેને કારણે કંપનીઓને શિપ રાખવું મુશ્કેલ બનતા શિપને ભંગાણ અર્થે મોકલવામાં આવી રહ્યા છે.