- સરકારનો માર્ગ મરામત મહાઅભિયાન સહાનુભૂતિ પ્રજાની મેળવવાનો કારસો - વિપક્ષ
- મહાનગરપાલિકા,જિલ્લા પંચાયત જેવી જવાબદાર સંસ્થાને આદેશ કરે તો પણ રોડ સરખા થાય
- જિલ્લામાં સૌથી ખરાબ હાલત રોડની ત્યારે જિલ્લા પંચાયતે એક વર્ષમાં 470 રોડ રીપેર કર્યા
ભાવનગર: શહેર અને જિલ્લામાં દરેક રસ્તાઓમાં ખાડા પડવાથી રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. મહાનગરપાલિકા અને જિલ્લામાં પંચાયતોની સામે સવાલ પ્રજા ઉભી કરી રહી છે કે આખરે આ તે કેવા રોડ કે એક વરસાદથી જ કરોડોના રોડનું ધોવાણ થઈ જાય છે ? એવામાં સરકારે માર્ગ મરામત મહાઅભિયાન શરૂ કરતાં વિપક્ષે વાર કર્યો છે કે સાડા ચાર વર્ષ આખરે શું કર્યું તે હવે અભિયાન.
ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના કેટલી લંબાઈના રોડ અને શું સ્થિતિ
મહાનગરપાલિકાના મેયર જણાવી રહ્યા છે કે, "શહેરમાં મહાનગરપાલિકાના રોડ વિભાગ નીચે આવતા કુલ 991.80 કિલોમીટરના રોડ નોંધાયેલા છે. આ રોડમાં 320.35 કિલિમિટરના સિમેન્ટ ક્રોકીન્ટના રોડ છે. મહાનગરપાલિકા હસ્તકના રોડમાં હાલમાં ચોમાસામાં માત્ર ચાર થી પાંચ રોડ તૂટ્યા છે, જે ડામરના હોઈ તેને વરસાદ સિઝન બાદ બનાવવામાં આવશે". જો કે શહેરના મોટા ભાગના રોડ તૂટી ગયા છે પણ મનપાના ચોપડે માત્ર ચાર પાનવહ રોડ તૂટેલા છે. લોકો ત્રાહિમામ છે અને સવાલો કરી રહ્યા છે કે આટલા વર્ષો શું કર્યું અને કેમ વરસાદની સીઝનમાં રસ્તાઓ તૂટી જાય છે ?
આ પણ વાંચો : Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે " મન કી બાત "
કેમ સરકારને મહાઅભિયાન કરવું પડ્યું ?
શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે. વરસાદના પગલે રસ્તાઓનું ધોવાણ એટલું થયું છે કે લોકોને વાહન હાઇવે પર 30 કિલોમીટરની ઝડપે ચલાવવાની ફરજ પડી જાય છે. રસ્તાઓ તૂટતા સરકારે માર્ગ મરામત અભિયાન શરૂ કર્યું છે જેથી લોકોની હાલાકી દૂર કરીને સુવિધા આપી શકાય. જિલ્લા પંચાયતે તેના કુલ 2965 કિલોમીટરના રોડ નોંધાયેલા છે જેમાં 827 રોડ નાના મોટા મળીને ડામરના બનેલા છે તેવામાં છેલ્લા એક વર્ષમાં આવેલી અરજી અને પંચાયતના સર્વેમાં 470 રોડ રીપેર કરવામાં આવેલા છે પણ રોડ ચોમાસા પહેલા રીપેર થયા છે પણ બાદમાં ચોમાસામાં શું હાલત છે તે ગ્રામ્યના લોકો સારી રીતે જાણી રહ્યા છે.
આ પણ વાંચો : દેશના સીમાડાઓ સાચવનાર જમ્મુથી નવસારીના દાંડી સુધી સાયકલ યાત્રા કરનારી 150 જવાનોની ટીમ આવી પહોંચી અમદાવાદ
વિપક્ષનો આક્ષેપ
શહેર અને જિલ્લામાં રસ્તાઓની હાલત પર કોંગ્રેસના શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ પ્રહાર કર્યા છે. સાડા ચાર વર્ષ સરકારે કશું કર્યું નહિ અને મામા માસીનાના કોન્ટ્રાકટરને કમાણી કરાવી અને ભ્રષ્ટાચાર કર્યો છે, એટલે આજે કોરોડોના રોડ એક વરસાદમાં ધોવાઈ રહ્યા છે. માર્ગ મરામત મહાઅભિયાન કરીને લોકોની સહાનુભૂતિ મેળવવાનો કારસો છે, બાકી દરેક રોડ માટે મહાનગરપાલિકા જિલ્લા પંચાયત અને તેમના વિભાગો છે જ તો આવા અભિયાન કરીને રાજકીય લાભ ખાટવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.