ભાવનગરઃ લોકડાઉનના એક માસ બાદ ફરી ગ્રામ્ય વિસ્તારોમાં વેપાર ધંધાને કાર્યરત કરવા સરકારે મંજૂરી આપી છે. ભાવનગરના ગ્રામ્યવિસ્તારો આજે કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન અનુસાર નિયમો સાથે ફરી પોતાના વેપાર ધંધાથી ધમધમતા થયા છે.
3જી મે સુધીના લોકડાઉન વચ્ચે આ રાહતથી લોકોમાં એક પ્રકારે રાહતની લાગણીઓ છવાઈ છે. વેપાર ધંધા બંધ રહેતા વેપારીઓ મુશ્કેલી અનુભવી રહ્યાં હતા. તેમાંથી હાલ મુક્તિ મળતા વેપારીઓમાં આનંદની લાગણી છવાઈ છે.