ETV Bharat / state

ઘોઘાના માછીમારને હાથ લાગ્યું દુર્લભ કુંટ નામની માછલીનું ઝુંડ - કૂંટ માછલી

ઘોઘાના માછીમારોની જાળીમાં એક સાથે કુંટ નામની દુર્લભ માછલીનું ઝુંડ ફસાયું હતું. માછલીઓને વેરાવળના એક વેપારીને વેચવામાં આવતા 12 લાખ જેટલી અધધ રકમ મળતા માછીમારો રાતોરાત માલામાલ થઇ ગયા.

માછીમારોને દરિયા કિનારે દુર્લભ માછલી હાથ લાગી

author img

By

Published : Feb 8, 2021, 8:43 PM IST

  • ઘોઘાના માછીમારીઓ પર દરિયાદેવ થયા મહેરબાન
  • ઘોઘાના 4 માછીમારોની જાળમાં ફસાઈ દુર્લભ માછલી
  • વેરાવળના વેપારી કુંટ માછલી ની ખરીદી કરી
    ઘોઘાના માછીમારીઓ પર દરિયાદેવ થયા મહેરબાન

ભાવનગર: ઘોઘા ગામના ચાર માછીમારો દરિયામાં બોટ લઈને માછીમારી કરતા કુંટ નામની માછલીનું ઝુંડ હાથ લાગતા વેરાવળના વેપારીને એક કિલોના 480 રૂપિયા મળતા 232 નંગ વેચતા રાતોરાત 12 લાખ રુપિયાની કિંમત મળતા થયા માલામાલ.

માછીમારોને દરિયા કિનારે દુર્લભ માછલી હાથ લાગી

ઘોઘા તાલુકાના દરિયા કિનારે વસતા મોટા ભાગના લોકો માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સામાન્ય દિવસની જેમ ત્રણ દિવસ પહેલા ગુરુવારે રાત્રીના સમયે ઘોઘાના ચાર માછીમારો બોટ લઇને ભરૂચ પાસેના કાવી કંબોઈ પાસેના દરિયામાં માછીમારી કરવા ગયેલા ત્યારે માછીમારની જાળીમાં એક સાથે કુંટ નામની માછલીનું આખું ઝુંડ જાળમાં ફસાયું હતું. ત્યારબાદ આ માછીમારો પોતાની બોટમાં આ કુંટ માછલીઓ ભરીને ઘોઘા બંદર પર આવ્યા હતા જ્યાં બોટમાંથી માછલીઓને ઘોઘા જેટી પર ગણવામાં આવતા કુલ 232 નંગ કુંટ માછલીઓ થઇ હતી અને તે માછલીઓનું વજન 2477 કિલો થયું હતું.

માછીમારોને 12 લાખ રૂપિયાની કિંમત મળતા થયા માલામાલ

ઘોઘાના આ માછીમારોને મોટી માત્રામાં કુંટ નામની નવીન માછલીઓ મળી આવી છે તેને જોવા ગામમાંથી લોકોના ટોળા ઉમટયા હતા. માછીમારો દ્વારા આ માછલીઓને વેરાવળના એક વેપારી પાસે કિંમત કરાવતા કુંટ માછલીનો એક કિલોનો ભાવ 480 રૂપિયા સાથે 232 નંગ માછલીઓનો કુલ વજન 2477 કિલો થયું હતું. જેને વેચતા ૧૨ લાખ રૂપિયા જેવી રકમ મળતા માછીમારો રાતોરાત માલામાલ થઇ જતા પોતાને દરિયા દેવે કુર્પા વરસાવી છે એવું માની આનંદિત થયા હતા.

શું છે આ કુંટ માછલીની વિશેષતા..?

ઘોઘા ખાતે મળી આવેલ કુંટ માછલીની વિશેષતા એવી છે કે આ કુંટ માછલી સ્વાદિષ્ટ હોય છે, અને સાથે જ તેના અંગોના ઔષધીય ગુણોને કારણે પૂર્વ એશિયામાં તેની કિંમત ઘણી વધારે હોય છે. કુંટ માછલી સામાન્ય રીતે સિંગાપોર, મલેશિયા, ઈન્ડોનેશિયા, હોંગકોંગ અને જાપાનમાં નિકાસ કરવામાં આવે છે. કુંટ માછલીની ચામડી અને તેના ફેફસાંનો ઉપયોગ દવાઓ સિવાય કોસ્મેટિક પ્રોડક્ટ્સ બનાવવામાં પણ થાય છે. પાછલા થોડાક વર્ષોમાં આ સામગ્રીની વૈશ્વિક માંગ વધી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.