ETV Bharat / state

ડિસેમ્બરના અંત સુધીમાં ઘોઘાથી હજીરા સુધીની ફેરી સર્વિસ ચાલુ

સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક જગત અને નાગરિકોના પરિવહન માટે કારગર સાબિત થનાર ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ચાલુ થવા જઈ રહી છે. જેના કારણે બાય રોડ પરિવહન માટ લાગતા સમયમાં તેમજ ઇંધણમાં ઘટાડો થશે. જેને પરિણામે ઉદ્યોગ જગતમાં પણ નવી ક્રાંતિનું નિર્માણ પણ આવનાર દિવસોમાં જોવા મળશે. આ ઉપરાંત ઘોઘાથી હજીરા ફેરી સર્વિસ શરુ થયા બાદ ઘોઘાથી મુંબઈની ફેરી સર્વિસ આવનાર દિવસોમાં ચાલુ થવા જઈ રહી છે. તેની માહિતી ભાવનગર સાંસદ ભારતીબેન શિયાળે કરી છે.

ભાવનગર
ભાવનગર
author img

By

Published : Oct 25, 2020, 10:38 AM IST

  • ઘોઘા હજીરા ફેરી સર્વિસ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ચાલુ
  • હજીરા ફેરી સર્વિસથી સૌરાષ્ટ્ર ભરના વિકાસના દ્વાર ખુલશે
  • ઘોઘાથી મુંબઈની ફેરી સર્વિસ પણ આવનાર દિવસોમાં ચાલુ
  • દહેજ ખાતે ડ્રેજીંગના કારણે ફેરી સર્વિસ બંધ થતા લોકોમાં રોષ

ભાવનગર : જિલ્લાના ઘોઘાથી દહેજ ખાતે દરિયાઈ મુસાફરી માટે ફેરી સર્વિસની શરૂઆત થાય તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું એ સ્વપ્ન સાકાર થયું છે. ઘોઘાથી દહેજ ફેરી સર્વિસ ચાલુ કરવા કરોડો રૂપિયાના ખર્ચે ઘોઘા તેમજ દહેજ જેટીનું નિર્માણ કરવામાં આવેલ છે. ત્યારબાદ ઘોઘાથી દહેજ ખાતે રોપેક્ષ ફેરી સર્વિસની શરૂઆત થતા બાય રોડ પર થતા પરિવહન સમયમાં ઘટાડો થયો તેમજ ટ્રાન્સપોર્ટેશન સહેલું થતા માલ પરિવહન પણ ઝડપ આવતા ફેરી સર્વિસ સારી ચાલી રહી હતી. દહેજ ખાતે વારંવાર કાપ આવી જવાના કારણે ડ્રેજીંગની કામગીરીમાં સમય લાગતા ઘોઘાથી દહેજ પરિવહન સમયાંતરે બંધ રહેતા દરિયાઈ મુસાફરી તેમજ ટ્રાન્સપોર્ટેશન બંધ થતા લોકોમાં તેમજ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં જ ઘોઘાથી હજીરા સુધીની ફેરી સર્વિસ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ચાલુ થવા જઈ રહી છે.

ડીસેમ્બર માસના અંત સુધીમાં ઘોઘાથી હજીરા સુધીની ફેરી સર્વિસ થશે ચાલુ
ઘોઘાથી હજીરા સુધીની એક નવી ફેરી સર્વિસ ચાલુ

ઘોઘાથી દહેજ ફેરી સર્વિસ ડ્રેજીંગના કારણે ઘણા સમયથી પરિવહન બંધ છે અને એવામાં હજીરા ખાતેની ચાલુ થવા જતી ફેરી સર્વિસ બાબતે ભાવનગર સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા જણાવવામાં આવ્યું કે, ઘોઘાથી દહેજ ફેરી સર્વિસ દહેજ ખાતે ટેકનિકલ ક્ષતિના કારણે બંધ છે. તે ક્ષતિને પણ દુર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી ઘોઘાથી હજીરા સુધીની એક નવી ફેરી સર્વિસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તેમજ હજીરા સુધીની ફેરી સર્વિસના કારણે ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરના વિકાસના દ્વાર ખુલશે. જેને કારણે ઉદ્યોગો તેમજ વેપારીઓને મોટો લાભ મળશે. આ ઉપરાંત ઘોઘાથી મુંબઈ સુધીની ફેરી સર્વિસ આગામી દિવસોમાં ચાલુ થવાની શક્યતાઓ પણ ચાલી રહી છે.

ઘોઘા-દહેજ ફેરી સર્વિસ બંધ થતા સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા શીપીંગ મંત્રાલયમાં રજૂઆત

ઘોઘા-દહેજ ફેરી સર્વિસ વારંવાર દરિયાઈ પરિવહન બંધ થતા વેપારીઓને મુશ્કેલી પડતા ભાવનગર સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા શિપિંગ મંત્રાયલને રજૂઆત કરવામાં આવેલ હતી, પરંતુ હજુ સુધી ફેરી સર્વિસ ચાલુ કરવામાં આવી નથી. એવામાં હજીરા સુધીની ફેરી સર્વિસ ચાલુ કરવાની વાતને લઈને ચેમ્બરના પૂર્વ પ્રમુખ દ્વારા જણાવેલ કે, હજીરા ફેરી સર્વિસ ચાલુ થાય તે સારી બાબત છે. પરંતુ જે પ્રમાણે દહેજ ફેરી સર્વિસમાં વિક્ષેપો આવી રહ્યા છે. તે ક્ષતિઓ ના આવે તેની તકેદારી જો રાખવામાં આવશે તો સમગ્ર સૌરાષ્ટ માટે ગર્વ લેવા જેવી સાબિત થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.