ભાવનગર: શહેરમાં વધુ એક માસુમનું સ્કૂલ બસ નીચે આવી જતા મોત નીપજ્યું છે, હજુ થોડા દિવસો પહેલા જ વરતે જ તાબેના સોડવદરા ગામે વિદ્યાર્થીની સ્કૂલ બસ નીચે આવી જતા મોતને ભેટી હતી. ત્યારે શુક્રવારે વધુ એક ઘટનામાં ધો.2માં અભ્યાસ કરતી બાળકી બસના વ્હીલ નીચે આવી જતા મોત નીપજ્યું છે, સમગ્ર ઘટનાને લઈને પરિવારજનો દ્વારા જ્યાં સુધી બાળકીના મોતના જવાબદાર ડ્રાઈવરની ધરપકડ કરવામાં નહી આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારશે નહીં તેવી માગ કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોમાં આક્રંદ સાથે બસ ચાલક પર રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાના પગલે દલિત સમાજના આગેવાનો ભાવનગર સર.ટી હોસ્પિટલ દોડી આવ્યા હતા.ને પરિવારજનો દ્વારા એવી માગ કરવામાં આવી છે કે, જ્યાં સુધી બાળકીના મોતને જવાબદાર બસ ચાલકની ધરપકડ કરવામાં નહી આવે ત્યાં સુધી બાળકીનો મૃતદેહ તેઓ સ્વીકારશે નહી.