- વિરાટના ફરી વિવાદથી શિપબ્રેકર માલિક અજાણ
- બ્રિટન ટ્રસ્ટે બંને દેશ પાસે માંગણી કરી હોવાનું આવ્યું હતું સામે
- શિપબ્રેકર પાસે મૌખિક કે લેખિત બ્રિટન ટ્રસ્ટની કોઈ વાત નહિ
ભાવનગર : શહેરના અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં આવેલા નેવીના વિરાટ જહાજ ભાવનગરના શ્રી રામ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝે ખરીદી કર્યા બાદ વિરાટને મ્યુઝ્યિમ તરીકે જાહેર કરવાની માંગ ઉઠી હતી. જેમાં મુંબઈ સ્થિત એક કંપની દ્વારા પણ કોર્ટમાં ઘા જીકવામાં આવ્યો હતો. જોકે, ચુકાદો શીપ બ્રેકરના પક્ષમાં આવ્યો છે. એટલે કે, દેશના રક્ષા મંત્રાલય પર કોર્ટે પર નિર્ણય છોડ્યો હતો. તેથી રક્ષામંત્રાલયે અરજી ફગાવતા હવે વિરાટ અતીત બનશે. કારણ કે, અલંગ શીપ બ્રેકરે જહાજ કાપવાનો પ્રારંભ પણ કરી દીધો છે. તેમ શ્રી રામ ગ્રૃપના માલિક મુકેશભાઈ પટેલે Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
બોલો લ્યો : વિરાટની બ્રિટન ટ્રસ્ટે માંગ કરી અને વિરાટના માલિક અજાણ અલંગમાં રહેલા વિરાટ જહાજનો ફરી વિવાદ શુ, શુ કહેવું શિપબ્રેકરનું
મુંબઇ સ્થિત હાઇકોર્ટમાં પિટિશન બાદ બ્રિટન ટ્રસ્ટે બ્રિટનના વડાપ્રધાનને પત્ર લખ્યો અને ભારતના વડાપ્રધાનને પત્ર લખીને વિરાટને મયૂઝ્યિમ બનાવવા માંગ કરી છે, અને વિરાટ બ્રિટનને મળે તેવી વાત કરી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે સ્થાનિક વિરાટના માલિકે તેમની પાસે કઈ બાબત નહિ આવી હોવાનું જણાવ્યું હતું. ઉપરની વિગતો તેને સમાચાર જગતમાંથી જાણવા મળી હોવાનું જણાવ્યું હતું.
શ્રી રામ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝમાં હાલ વિરાટની શુ સ્થિતિ
ભાવનગરના અલંગમાં પ્લોટ 9 માં આવેલું વિરાટ કાંઠેથી આશરે 900 ફૂટ દૂર પાણીમાં છે. પણ કટિંગ કરવાનું કામ પ્રારંભી દેવામાં આવ્યું છે. વિરાટના વનવેના ઊંચાઈ વાળા ભાગનું કટિંગ દરિયામાં જ થઈ ગયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. દિવાળી બાદના લાભ પાંચમથી થોડું થોડું કટિંગ દરિયામાં જ કરવાનું શરૂ કરી દીધું હોવાનું પણ સૂત્રએ જણાવ્યું છે. જોકે, શિપબ્રેકર મુકેશભાઈ પટેલે પણ સ્પષ્ટ કહ્યું હતું કે, હવે વિરાટનું કટિંગ કામ શરૂ કરી દેવાયુ છે. આ સાથે ધીરે ધીરે સંપૂર્ણ કાંઠે લાવવા માટે બીચિંગ પ્રક્રિયા પણ ભરતી દરમ્યાન કરવામાં આવી રહી છે.