ETV Bharat / state

પ્રવાસી શિક્ષકોના પગારના ઠાગાઠૈયા, 1લી તારીખે પણ એમના ખિસ્સાખાલી - ભાવનગરમાં શિક્ષકોનો પગાર

ભાવનગરમાં નગરપ્રાથમીક શિક્ષણ સમિતિમાં (teachers Shortage in Bhavnagar) શિક્ષકની ઘટમાં 56ની મંજૂરી મળી છે, ત્યારે પ્રવાસી 56 શિક્ષકને પણ સમયસર પગાર મળવામાં ઠાગાઠૈયા છે. પગાર પણ પ્રવાસ કરીને આવ્યા બાદ મળતો હોય તેવું સૂત્રો કહી રહ્યા છે. (Bhavnagar Prathmik Shikshan Samiti)

પ્રવાસી શિક્ષકોની જેમ પગાર પ્રવાસ કરીને આવે છે, બે ત્રણ મહિનાના પગારના ઠાગાઠૈયા...

author img

By

Published : Jan 3, 2023, 8:59 PM IST

ભાવનગર શહેરમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ

ભાવનગર : ગુરુ હમેશા વિદ્યાર્થીઓના માર્ગદર્શક હોય છે. પરંતુ આ ગુરુનો પણ ગુરુ એટલે રોજગાર આપતી સરકાર અથવા તો સંસ્થા બનતી હોય છે. ત્યારે ભાવનગરમાં સરકારી શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની હાલત શાકભાજી વહેચતા લોકો જેવી છે. બેથી ત્રણ મહિના સુધી પગારના ઠેકાણા ન હોવાના સુત્રો મળી રહ્યા છે. 70 વર્ષ જૂની સરકારના નિયમ મુજબ કાગળીયે પગાર ચુકવણી થાય છે. (Bhavnagar Prathmik Shikshan Samiti)

પ્રવાસી શિક્ષક ટૂંકા ગાળાના કેમ ભાવનગર શહેરમાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની 57 શાળાઓ આવેલી છે. જેમાં 140 જેટલી જગ્યાઓ ખાલી છે. હાલમાં 56 જેટલા પ્રવાસી શિક્ષક ભરવામાં આવ્યા છે. પ્રવાસી શિક્ષકની ભરતી કર્યા બાદ તે લોકો ટૂંક સમયમાં ચાલ્યા જાય છે અને ફરી વિદ્યાર્થીઓનું શિક્ષણ ટલ્લે ચડી જાય છે. તેની પાછળનું કારણ શું હોઈ શકે તે આપણે સમજી શકીએ છીએ. રોજગારી હંમેશા દરેક વ્યક્તિની જરૂરિયાત હોય છે. ત્યારે પ્રવાસી શિક્ષકોને સારી રોજગારી મળતા પ્રવાસી શિક્ષકનું પદ છોડીને ચાલ્યા જાય છે. ત્યારે આવા પ્રવાસી શિક્ષકોને પણ સાચવી રાખવા સરકાર માટે પણ કંઈક મુશ્કેલ હોય તેમ લાગે છે. (teachers Shortage in Bhavnagar)

આ પણ વાંચો શિક્ષક અને પ્રિન્સિપાલ સાથે વિદ્યાર્થીઓનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

પગારના ઠેકાણા નથી હજુ જૂની પદ્ધતિથી કામગીરી ભાવનગરમાં પ્રવાસી શિક્ષકો ટૂંકા ગાળા માટેના હોય છે. કોઈ એક વર્ષ તો કોઈ બે વર્ષ બાદ પોતાની નિયમિત રોજગારી મળી રહે તેવું માધ્યમ શોધી લેતા હોય છે. ત્યારે ભાવનગરની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિમાં 56 જેટલા પ્રવાસી શિક્ષકો ટૂંકા ગાળાના હોવા છતાં પણ સરકાર તેને નિયમિત પગાર કરવામાં ક્યાંક બેદરકાર રહી છે. 70 વર્ષ જૂની સરકારના નિયમ મુજબ હજુ પણ કાગળ ઉપર જ કાર્યવાહીમાં સમય લાગે છે અને પગાર નિયમિત થતો નથી. જો કે આ સમગ્ર પગાર મામલે પ્રવાસી શિક્ષક તો બોલવા તૈયાર નથી પરંતુ શિક્ષક સંઘે ટકોર જરૂર કરી છે.

શિક્ષક સંઘ પ્રમુખે શું કહ્યું મહાનગરપાલિકા શિક્ષક સંઘ પ્રમુખ શૈલેષ ધાંધલા જણાવ્યું કે, તમારી વાત સાચી છે 95 ની ઘટ છે. તેમાં સરકારે 56ની મંજૂરી અપાઈ હતી. 6થી 8માં 16 શિક્ષક અને 1થી 5માં 40 શિક્ષક નીમવામાં આવેલા છે. જુલાઈનો પગાર થઈ ગયો છે. પ્રવાસી શિક્ષકના રિપોર્ટ આવે અમે પગાર બનાવી શિક્ષણાધિકારી કચેરીએ મોકલીએ ત્યાંથી આવે એટલે સમય લાગે છે. સપ્ટેમ્બર ઓક્ટોમ્બરનો શિક્ષણાધિકારી કચેરીએ પગાર કર્યાનું જણાવ્યું છે અને બાકીનો પણ પગાર થઈ ગયો છે. (Bhavnagar Municipal Teachers Association)

આ પણ વાંચો પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં પ્રવાસી શિક્ષકોના ભરોસે બાળકો

નગરપ્રાથમીક શિક્ષણ સમિતિનું ગાણું પગાર થઈ ગયાનું ભાવનગર મહાનગરપાલિકાની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિએ સ્વીકાર્યું છે કે પગાર આપવામાં ક્યાંય વિલંબ જરૂર થઈ રહ્યો છે. પરંતુ નિશ્ચિત કરાયેલા નિયમો પ્રમાણે તેમના તાસ મેળવીને તેમનો પગાર બનાવીને આગળની કચેરીમાં મોકલવામાં આવે છે. જેમ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને શાળાઓ રિપોર્ટ કર્યા બાદ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ શિક્ષણાધિકારી કચેરીને મોકલે અને તે બાદમાં ટ્રેઝરી વિભાગને મોકલે છે. જે રીતે પગાર કાગળના મોકલાય છે તે જ સ્ટેપમાં પગાર આવતો હોય છે. જેથી સમયસર નિયમિત પગાર મળવાપાત્ર થતો નથી.

શિક્ષકની જગ્યા ભરાઈ ગઈ ચેરમેન,નગરપ્રાથમીક શિક્ષણ સમિતિ ચેરમેન શિશિર ત્રિવેદીએ જણાવ્યું કે, પ્રવાસી શિક્ષકની આવેલી મંજૂરી પ્રમાણે દરેક જગ્યાઓ ભરાઈ ગઈ છે. પગાર એકાદ મહિનાના બાકી હશે અને જો બાકી હશે તો ટૂંક સમયમાં થઈ જશે. (Salary of teachers in Bhavnagar)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.