- તળાજા નજીક નાની જાગધારના શિક્ષકનું પતંગની દોરીથી ગળું કપાયું
- શિક્ષક ફરજ પુરી કરી ઘરે જતા રસ્તામાં વેળાવદર પુલ ઉપર બન્યો બનાવ
- હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મોત
ભાવનગરઃ તળાજા તાલુકાના નાની જાગધારથી નીકળી શિક્ષક ઘરે જઈ રહ્યા હતાં. આ દરમિયાન વેળાવદર પુલ નજીક પહોંચતા પતંગની દોરીથી ગળામાં ઇજા થતાં તેમનું મોત થયું હતું.
પંતગની દોરીથી કપાયું ગળુ
ભાવનગર રહેતા અને મહુવાના નાની જાગધારમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ કાનજી ભાઈ જેઠવા મંગળવારે સાંજે સ્કૂલથી પોતાના ઘરે જતા હતા ત્યારે ભાવનગર નેશનલ હાઇવે વાળા રસ્તામાં વેળાવદરના નવા પુલ ઉપર પતંગની દોરીથી ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બાદમાં તુરંત તેમને 108 દ્વારા તળાજા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પર ના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં.
આ બનાવની જાણ શિક્ષક ગણમાં થતા કેટલાય શિક્ષકો તળાજા રેફરલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતાં. હાલ શિક્ષકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.