- કાશ્મીરમાં 1990માં જે સ્થિતિ હતી તેવી સ્થિતિ ઉભી થઇ
- શહેરમાં આંતકવાદના પૂતળાનું દહન અને સૂત્રોચ્ચાર કરી વિરોધ
- હિન્દુઓને ટાર્ગેટ કરીને હત્યા કરવામાં આવી રહી છેઃ આક્ષેપ કર્યો
ભાવનગર : ભારતના કાશ્મીરમાં 370 અને 35 A હટયા બાદ હિન્દુઓને ટાર્ગેટ કરીને હત્યા કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ વીએચપી અને બજરંગ દળે કર્યો છે. આક્ષેપ સાથે ભાવનગર શહેરના જશોનાથ ચોકમાં આંતકવાદના પૂતળાનું દહન અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તાલિબાન આવ્યા બાદ આંતકવાદી(Terrorism) પ્રવૃત્તિ વધી રહી છે.
ભાવનગરમાં આંતકવાદીઓની સામે પૂતળાદહન કરીને વિરોધ
ભાવનગર (Bhavnagar) શહેરના સતત ચાલુ રહેતા જશોનાથ ચોકમાં વીએચપી અને બજરંગ દળ દ્વારા આંતકવાદ વિરુદ્ધમાં કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. બજરંગ દળએ પૂતળાનું દહન કર્યું હતું પરંતુ સાથે પ્રથમ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જશોનાથ ચોકમાં આંતકવાદનું પૂતળું લાવીને પેટ્રોલ છાંટીને આંતકવાદના પૂતળાને આગ ચાંપવામાં આવી હતી. કાશ્મીરના મુદ્દાને લઈને આ વિરોધ કરવામાં આવ્યો હતો.
ક્યાં મુદ્દાને લઈને બજરંગ દળ અને વીએચપીનો વિરોધ
ભાવનગરના જશોનાથ ચોકમાં કરાયેલા વિરોધ પાછળ કાશ્મીરમાં 1990માં જે સ્થિતિ હતી તેવી સ્થિતિ ઉભી થઇ હોવાથી પાકિસ્તાનને જવાબદાર ગણાવીને વિરોધ કરાયો છે. 1990માં પાકિસ્તાનના ઈશારે હિન્દૂઓની ઓળખ કરીને તેની હત્યાઓ કરવામાં આવતી હતી. તેવી રીતે ફરી હિંદુઓને હાલમાં નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં પૂતળાનું દહન કરીને રોષ પ્રગટ કરવામાં આવ્યો છે જો કે, તાલિબાન અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યા બાદ આંતકવાદી પ્રવૃતિઓ વધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની કહાની, વિરાંગનાઓની જુબાની
આ પણ વાંચોઃ અમેરિકા સાથે બેઠક પહેલા જ તાલિબાને 'બોમ્બ ફોડ્યો', આ મુદ્દે મદદ નહીં કરવાનું કર્યું એલાન