- વેસ્ટ કેમિકલ જથ્થો મળી આવ્યો
- તળાજા SDM એ પ્રતિબંધિત કેમિકલ ખુલ્લી જગ્યામાં ફેક્તા એકને ઝડપ્યો
- મામલતદારએ ઈસમને પોલીસેને હવાલે કર્યો
ભાવનાગરઃ ભાવનાગર શહેરમાં અલંગ ખાતે પ્રતિબંધિત ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ઔદ્યોગિક કચરો શિપબ્રેકિંગ યાર્ડની આજુ-બાજુના વિસ્તારોમાં ઠાલવવામાં આવી રહ્યો હતો જેની બાતીમી મળતા 1 આરોપીને ઝડપી પોલીસને સોપવામાં આવ્યો હતો.
બાતીમાના આધારે તળાજા મામલતદાર દ્વારા સ્થળ તપાસ
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પ્રતિબંધિત ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ (ઔદ્યોગિક કચરો) અલંગ શિપબ્રેકિંગ યાર્ડની આજુ-બાજુના વિસ્તારોમાં ઠાલવવામાં આવી રહ્યો હોવાની બાતીમાના આધારે તળાજા મામલતદાર દ્વારા યાર્ડમાં બાતમીના અધારે તપાસ કરતા વેસ્ટ કેમિકલ જથ્થો મળી આવ્યો હતો. જો કે મામલતદાર દ્વારા રેડ દરમિયાન વેસ્ટ કેમિકલનો નિકાલ કરી રહેલા એક વ્યક્તિને ઝડપી પાડી અલંગ પોલીસને સોપવામાં આવ્યો હતો.
તળાજા પોલીસે ઈસમને ઝડપી વધુ તપાસ ચલાવી હતી
તળાજા SDM દ્વારા પકડાયેલ વ્યક્તિ પાસેથી વેસ્ટ કેમિકલ અલંગની ખુલ્લી જગ્યામાં નાસ કરતા સમયે આરોપી પાસેથી વેસ્ટ કેમિકલ પણ મળી આવ્યા હતા. જો કે પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ ગુજરાત પ્રદૂષણ બોર્ડના અભિપ્રાયની જરૂર પડતી હોય જે અંગે ગુજરાત પ્રદૂષણ બોર્ડને જાણ કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
GPBC દ્વારા સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ
અલંગ ખાતે વેસ્ટ કેમિકલ ખુલ્લી જગ્યામાં નાખાતો હોવાની માહિતી બાબતે GPCB અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું, કે અલંગ પોલીસ દ્વારા આ બાબતે જાણ કરવમાં આવી હતી કે, તેમજ બે દિવસની અંદર સ્થળ પર જઈ તપાસ કરી રીપોર્ટ ત્યાર કરવામાં આવશે. તેમજ આરોપી સાથે કેટલા લોકો સંકળાયેલા છે. તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. તેવું જણાવવામાં આવ્યું હતું.