ભાવનગરઃ જિલ્લાના તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયા ગઈકાલે કલેક્ટર પાસે એપીએલ કાર્ડ ધારકોને અનાજ વિતરણમાં સમાવેશની માંગ કરી હતી. જે આજના દિવસમાં નહીં સંતોષાતા ધરણાની ચીમકી ઉચ્ચારી હતી. જેથી આજ માગ નહીં સંતોષાતા ધરણા કરવા પહોચ્યા હતા અને અટકાયત કરી લેવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ ગઈકાલે નાયબ કલેકટરની મુલાકાત લઇને અનાજ વિતરણને પગલે રજુઆત કરી હતી અને માગ કરી હતી. આ સાથે માગ નહી સ્વીકારાય તો ધરણા કરવાની પણ ચીમકી આપી હતી. ધારાસભ્ય કોંગ્રેસના તળાજાના ધારાસભ્ય છે. તેમને સરકારના અનાજ વિતરણમાં એપીએલ કાર્ડ ધારકોને સમાવેશ કરવા માટે માગ કરી હતી. આ માગ આજના દિવસમા ન સંતોષાય તો ધરણાની ચીમકી આપી હતી. જેથી આજે ધારાસભ્ય કલેકટર કચેરીએ પહોંચ્યાં હતા.
થોડો સમયમાં પોલીસે પુનઃ આવીને ધરણા પર બેસેલા દરેક કોંગ્રેસી નેતાઓની અટકાયત કરી હતી. ધારાસભ્યની માગ છે કે, લોકડાઉનમાં લોકોને અનાજની તકલીફ પડે છે, ત્યારે એપીએલ કાર્ડ ધારકોને શા માટે સમાવેશ કરવામાં આવતો નથી.