ETV Bharat / state

વાવાઝોડા પછી ચોમાસુ ઢુંકડું હોવાની શંકાએ ખેડૂતોએ ખેતરમાં કામગીરી આરંભી - Suspecting the onset

ભાવનગર જિલ્લામાં વાવાઝોડાની તબાહી પછી ખેતરને સરખું કરવા ખેડૂતો કામે લાગી ગયા છે. ખેતરમાં ખેડ કરવી અને પડેલા વૃક્ષોનો ખરાબો કાઢવા ખેડૂતે ભીમ અગિયારસ પહેલા 10 દિવસ અગાઉ કામગીરી આરંભી દીધી છે. કારણ કે, ખેડૂતો ચોમાસાના પ્રારંભથી લાભ લેવા માંગે છે. ચોમાસુ ઢુંકડું હોવાની શક્યતા ખેડૂતોએ વ્યક્ત કરી છે.

ખેડૂતોએ ખેતરમાં કામગીરી શરૂ કરી
ખેડૂતોએ ખેતરમાં કામગીરી શરૂ કરી
author img

By

Published : May 27, 2021, 2:20 PM IST

  • વાવાઝોડાના નુકશાન પછી ખેડૂતોને વરસાદની રાહ જોઇ રહ્યા
  • આગામી ચોમાસુ ઢુંકડું હોવાની શક્યતા વધી ગઈ
  • ખેડૂતોએ વાવાઝોડા પછી ચોમાસુ નબળુ રહેવાની ચિંતા વ્યક્ત કરી

ભાવનગર : જિલ્લામાં વાવાઝોડાના નુકશાન પછી ખેડૂતોને હવે વરસાદની રાહ જોવે છે. વરસાદ આવે તે પહેલાં પોતાની જમીનમાં સુધારા વધારા અને નાના મોટા કામો માટે કમરકસી છે. આ વર્ષે ચોમાસુ ઢુંકડું રહેવાની શક્યતા ખેડૂતોને વર્તાઈ રહી છે.

ખેડૂતોએ ખેતરમાં કામગીરી શરૂ કરી
ખેડૂતોએ ખેતરમાં કામગીરી શરૂ કરી

આગામી ચોમાસુ ઢુંકડું હોવાની શક્યતા વધી ગઈ

જિલ્લામાં વાવેતર જમીન 4.50 લાખ હેક્ટરમાં છે. ત્યારે વાવાઝોડાએ જિલ્લામાં ગામડાઓ અને ખેતરોને ઘમરોળ્યા છે. એવામાં ખેતરમાં થયેલા નુક્શાનો જેવા કે શેઢા સરખા કરવા, તાર ફેન્સીન્ગો સરખી કરવી, કૂવામાં કે પડી ગયેલા વૃક્ષો સરખા કરવા અને ટપક પદ્ધતિની ટ્રીપની પાઇપોને એકઠી કરવી વગેરે જેવા કામો આદર્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, આગામી ચોમાસુ ઢુંકડું હોવાની શક્યતા વધી ગઈ છે. એટલે હાલમાં તૈયારીઓ આદરી દીધી છે.

ખેડૂતોએ ખેતરમાં કામગીરી શરૂ કરી
ખેડૂતોએ ખેતરમાં કામગીરી શરૂ કરી

આ પણ વાંચો : આગામી 3 દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી

ભીમ અગિયારસે કેરીનો છેલ્લો દિવસ કહેવાય ત્યારે કેરી ખાઈને વાવેતરનો પ્રારંભ કરે

કોરોના કાળમાં ખેડૂતોનું ખેતી કરવાનું પણ મુશ્કેલ બનતું જાય છે. લોકડાઉન જેવા માહોલ વચ્ચે ચીજ-વસ્તુઓ લાવવા મુકવામાં પણ તકલીફ થતી જોવા મળી છે. ચોમાસામાં વાવેતર માટે ભીમ અગિયારસે કેરીનો છેલ્લો દિવસ કહેવાય ત્યારે કેરી ખાઈને પ્રારંભ કરે છે. ભીમ અગિયારસે વાવેતર કરીને ચોમાસાનો વાયરો પણ નક્કી કરવામાં આવતો હોય છે. જોકે, વાવાઝોડા પછી ચોમાસુ નબળુ રહેવાની ચિંતા ખેડૂતોએ વ્યક્ત કરી છે. જેથી બજિમ અગિયારસ પહેલા 11 દિવસ પહેલા તૈયારીઓ આદરી છે. જેથી ચોમાસાના પ્રથમ વરસાદથી લાભ લઇ શકાય.

ખેડૂતોએ ખેતરમાં કામગીરી શરૂ કરી
ખેડૂતોએ ખેતરમાં કામગીરી શરૂ કરી

આ પણ વાંચો : અમદાવાદમાં વરસાદની શરુઆત થતાં વાતાવરણમાં ઠંડક

કપાસ અને મગફળીનું વાવેતર વધુ થાય તેવી શકયતા

ભાવનગર જિલ્લામાં સાડા ચાર લાખ હેક્ટર પૈકી વાવેતર જોઈએ તો સૌથી વધુ 2.25 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થાય છે. મગફળી 1 લાખ કરતા વધુ હેક્ટરમાં અને બાદમાં ડુંગળીનું 30 હજાર હેક્ટર આસપાસ વાવેતર થાય છે. ત્યારે ચાલુ વર્ષે પણ કપાસ અને મગફળીનું વાવેતર વધુ થાય તેવી શકયતા દેખાઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.