ભાવનગરઃ હિન્દુ શાસ્ત્રમાં ગ્રહોનો પ્રભાવ દરેક માનવીના જીવન ઉપર પડતો ( Surya Rashi Parivartan 2022)હોવાનું કહેવામાં આવે છે. દરેક જીવ માત્રને ઉર્જા આપતા સૂર્યદેવ પોતાની હાલની રાશિ ભ્રમ બદલવા જઈ રહ્યા છે. મેશમાંથી સૂર્ય વૃષભમાં આવશે જેથી કઈ રાશિને શું ફળ કોને રાહત અને શું કરવાથી મનુષ્યોને થઈ શકે છે ફાયદો જાણો. સૂર્ય ઉર્જાનો કારક કહેવામાં આવે છે ત્યારે સૂર્યનું રાહુ સાથેનું ગોચર (pasture of the sun with Rahu)છેલ્લા એક મહિનાથી શરૂ છે. તેવામાં હવે સૂર્ય 14 મી તારીખે સવારમાં પોતાનું સ્થાન બદલશે. જો કે સૂર્ય રાહુનો ગ્રહણ યોગમાં શું થઈ શકે અને તેમાંથી શું થયું તે જાણશું સાથે હવે આગામી દિવસોમાં કઈ રાશિ અને દરેક લોકોએ શું રાખવી પડશે સાવધાની તેના વિશે પણ જ્ઞાન મેળવશું.
આ પણ વાંચોઃ Weekly Horoscope for 18 to 24 July : સાપ્તાહિક રાશિફળ, જાણો કેવું રહેશે આપનું સપ્તાહ...
સૂર્ય રાહુની યુતિથી શુ થયું જેમાં થશે હવે રાહત - સૂર્ય અને રાહુ ગત 14 એપ્રિલથી મેષ રાશિમાં સાથે બિરાજમાન છે. જેથી ગ્રહણ યોગ અને અંગારક યોગનું નિર્માણ થયું છે. આ યોગ 14 મેના રોજ સવારમાં પૂર્ણ થઈ જશે. જ્યોતિષી કિશન જોશીએ જણાવ્યું હતું કે ગ્રહણ યોગના કારણે વાવાઝોડું, રેકોર્ડ બ્રેક ગરમી, માનસિક ઉચાટ જેવી સ્થિતિઓ આપણે જોઈ અને 14 મે સુધી સવાર સુધી રહેશે. આ યોગના કારણે દેશ વિદેશમાં પણ લોકોએ મુશ્કેલીઓ વેઠવી પડી છે.
સૂર્યનું વૃષભ રાશિમાં ભ્રમણથી શુ થશે શુ રાખવી પડશે સાવચેતી - દેશ વિદેશમાં ગરમીનો પારો ગ્રહણ યોગમાં ગુજરાતે 47 સુધી જોયો અને પશ્ચિમ બંગાળે વાવાઝોડાની પરિસ્થિતિમાં પસાર થવું પડ્યું છે. જ્યોતિષી કિશન જોશીએ જણાવ્યું હતું કે સૂર્ય વૃષભ રાશિમાં 14 મેં ના સવારે 5.58 મિનિટ આવશે તેથી વૃષભ રાશિ શુક્રની છે અને શુક્ર સૂર્ય શત્રુ છે. આથી શેરબજાર અને રાજકારણમાં ફેરફાર જોવા મળે તેમજ લોકોને માનસિક કચવાટ, માનસિક તણાવ અને ખોટા વિચારો આવે તેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ Weekly Horoscope: જાણો કેવું રહેશે આપનું સપ્તાહ, જ્યોતિષાચાર્ય પી. ખુરાના સાથે...
કઈ રાશિને શું રાખવું પડશે ધ્યાન અને શું રાખશો સાવચેતી - જ્યોતિષ પ્રમાણે જોવા જઈએ તો વૃષભ રાશિમાં સૂર્યનું ભ્રમણ લોકો માટે કચવાટ સમાન બની શકે છે. પણ કેટલીક રાશિને સારું ફળ તો કેટલાકને સાવધાન રહેવાની જરૂર રહેશે. શનિની પનોતી વાળી રાશિને પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જાણીએ કોને શું ફળ અને શું સાવચેતી રાખવી. કન્યા, મકર અને મેષ રાશિની હાલ સુધી રહેલી મુશ્કેલીમાં ફાયદો થશે અને રાહત મળશે.વૃષભ,સિંહ અને તુલા રાશિને માનસિક ઉચાટ વધી શકે છે. નાની પનોતી વાળી કર્ક અને વૃશ્ચિક રાશિને કાર્યક્ષેત્રમાં ખોટ જવી અને માનસિક ઉચાટ રહી શકે છે. હવે રાશિ ઓરમાને જોઈ તો સાવધાન રહેવા સાથે ભગવાન શિવની ઉપાસના કરવી,પીળી ચીઝ વસ્તુઓનું દાન કરવાથી રાહત મળી શકે છે.