ETV Bharat / state

SSC Exam Result 2023 : સિંગલ મધરની સફળતાનું પ્રતીક બની ભાવનગરની દિયા મકવાણા, ઈંગ્લિશ મીડિયમમાં 99.84 પર્સન્ટાઇલ સાથે ફર્સ્ટ

ગુજરાત બોર્ડ ઘોરણ 10ના આવેલા રિઝલ્ટમાં સુખી સંપન્ન ઘરના વિદ્યાર્થીઓ સાથે આર્થિક મુશ્કેલીઓ સામે ઝઝૂમતાં પરિવારોના ઘણા વિદ્યાર્થીઓએ બાજી મારી છે. જેમાં ભાવનગરની દિયા મકવાણાનો ઉલ્લેખ કરી શકાય દિયા પર પિતાની છત્રછાયા નથી અને તેના માતાએ સિંગલ મધર તરીકે અનેક મુશ્કેલીઓ સામે ઝઝૂમી દિયાના ભણતરમાં રાખેલી કાળજી આજે ઊગી નીકળી છે.

SSC Exam Result 2023 : સિંગલ મધરની સફળતાનું પ્રતીક બની ભાવનગરની દિયા મકવાણા, ઈંગ્લિશ મીડિયમમાં 99.84 પર્સન્ટાઇલ સાથે ફર્સ્ટ
SSC Exam Result 2023 : સિંગલ મધરની સફળતાનું પ્રતીક બની ભાવનગરની દિયા મકવાણા, ઈંગ્લિશ મીડિયમમાં 99.84 પર્સન્ટાઇલ સાથે ફર્સ્ટ
author img

By

Published : May 25, 2023, 8:55 PM IST

જાતમહેનતનો પ્રકાશ પાથરતી દિયા

ભાવનગર : ગુજરાત બોર્ડ ઘોરણ 10નું પરિણામ જાહેર થયું છે ત્યારે અમે તમને એવી વિદ્યાર્થિની સાથે મુલાકાત કરાવીશું કે જેનું નામ તો દિયા છે પરંતુ પોતાના જીવનની સફરમાં પ્રકાશ જાતે પાથર્યો છે. જિંદગીમાં એક જ વખત આવતા ધોરણ 10ના પડાવમાં જાતે લગાવેલી મહેનતનો દીવો માતૃછાયામાં પ્રગટાવ્યો છે. પિતાની છત્રછાયા વગર મામાના ઘરે રહેતી દિયાએ 99.84 પર્સનટાઇલ મેળવ્યા છેમ માતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે દિયા ધોરણ 10માં સારા ટકાવારી લાવીને ટોપ ટેનમાં રહી છે.

ભાવનગરનું કુલ પરિણામ : સમગ્ર ગુજરાતમાં આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. ત્યારે ભાવનગર જિલ્લામાં 69.70 ટકાવારી જાહેર થઈ છે. જો કે ભાવનગર શહેરનું ગત વર્ષે 67.58 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં વધારો આ વર્ષે બે ટકાનો થયો છે.

માતાના સ્વપ્નને પૂર્ણ કરવાનું પહેલું કદમ : જોકે આપણેે અહીંયા વાત કરવી છે એવી વિદ્યાર્થિની કે જેને પિતાની છત્રછાયા તો નથી પરંતુ માતૃછાયા નીચે ધોરણ 10માં નોંધપાત્ર સફળતા મેળવી છે. 99.84 પર્સન્ટાઇલ મેળવીને દિયા મકવાણા સરદારનગર ગુરુકુળ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ફર્સ્ટ આવીનેે માતાના સ્વપ્નને પૂર્ણ કર્યું છે.

મારે પર્સનટેઝ 93.84 છે અને પર્સનટાઇલ 99.84 છે. મેં કોઈ ટાઈમટેબલ બનાવ્યું નથી. હું દિવસે 4 થી 5 કલાક સુઈ જતી હતી.રાત્રે 1 કલાકે મને વાંચવાનું પસંદ હતું. કારણ કે રાત્રે વાંચેલું મારા મનમાં છપાઈ જતું હતું. મને કોઈ ફોલો કરવા માંગતા હોય તો ના કરે કારણ કે સેલ્ફ સ્ટડી મહત્વની છે. કારણ કે દરેક વ્યક્તિની પદ્ધતિ હોય આથી જેતે વ્યક્તિને પોતાને અનુકૂળ ટાઈમટેબલ એડજસ્ટ કરવું જોઈએ...દિયા મકવાણા (વિદ્યાર્થિની)

દિયાનું ટાઈમ ટેબલ બીજા વિદ્યાર્થીઓથી અલગ : આમ તો ધોરણ 10 ને લઈને વિદ્યાર્થિનીઓ દ્વારા કે વિદ્યાર્થીઓ દ્વારા એક ટાઈમ ટેબલ બનાવવામાં આવતું હોય છે. પરંતુ અહીંયા દિયા મકવાણા ટાઈમ ટેબલને માનતી નથી. તેવું તેનું સ્પષ્ટ કહેવું છે. દિવસ દરમિયાન નહીં પરંતુ રાત્રી દરમિયાન શાંત વાતાવરણમાં વાંચન કર્યું હતું. બસ એક નિશ્ચિતપણે તેને નક્કી કરેલા સમય પ્રમાણે તે વાંચન કરતી હતી. દિવસ દરમિયાન મોબાઈલ, ટીવી, રમતગમત વગેરે જેવી પ્રવૃત્તિઓનો પણ એન્જોય કરતી હતી. આમ બધા જ વિદ્યાર્થીનીઓ કરતા અલગ કરીને દિયા મકવાણાએ અન્ય વિદ્યાર્થિનીઓને પણ સંદેશો પાઠવ્યો છે જે મન મજબૂત તો સફળતા દોડતી આવે છે.

મારી દીકરી માટે મેં ધ્યાન આપ્યું છે. મને તેને લઈને ચિંતા થતી પરંતુ તેની પોતાની ભણવા પગલે મહેનત જોઈ મને એમ થયું કે નહીં મારી દીકરી મારું સ્વપ્ન પૂર્ણ કરશે. દિયા 12 ધોરણમાં હજુ સારા ટકા લાવે અને IIT મુંબઇ અભ્યાસ કરે અને ખૂબ આગળ વધે તેવી ઈચ્છા છે...ભૂમિબેન મકવાણા (દિયાનાં માતા)

દિયા ભણીને ખૂબ આગળ વધે તે જ ઇચ્છા : ભાવનગરમાં રહેતી દિયા મકવાણા સરદારનગર ગુરુકુળ શાળામાં ઇંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરે છે.ગુજરાતી મીડિયમમાં ઘણા વિદ્યાર્થીઓ 99.99 પર્સનટાઇલ લાવ્યા છે. પરંતુ ધોરણ 10 માં ઈંગ્લીશ મીડિયમમાં દિયા ફર્સ્ટ રહીને 99.84 પર્સનટાઇલ અને 93.83 પર્સનટેઝ મેળવીને અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. ત્યારે દિયાના માતા ભૂમિબેન સાથે વાતચીત કરતા તેમણે પણ દિયા ભણીને ખૂબ જ આગળ વધે તેવી પોતાની ઈચ્છા હોવાનું જણાવ્યું છે. પિતાની છત્રછાયા ન હોય ત્યારે દિયાને કોઈ પણ કમીનો અહેસાસ તેની માતાએ કરવા દીધો નથી. દિયા અને તેની માતા હાલ તેના મામાના ઘરે છેલ્લા છ વર્ષથી સાથે રહી રહ્યા છે. પારિવારિક પ્રશ્નમાં દિયા અને તેની માતા ભૂમિબેન પોતાની જિંદગીની સફરમાં એકલા છે. ત્યારે દિયા આગામી દિવસોમાં મુંબઈ ખાતે આઇઆઇટીમાં અભ્યાસ કરે તેવી તેની માતાની ઈચ્છા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.