- તાપિબાઈ વિકાસગૃહની યુવતીઓએ નવા વર્ષને વધાવ્યું અને સંકલ્પ કર્યો
- વિકાસગૃહના સંચાલકે પણ પોતાનો સંકલ્પ રજુ કર્યો
- યુવતીઓએ આવનાર વર્ષમાં શિક્ષણ અને સમાજ ક્ષેત્રે પોતાના સંકલ્પ રજૂ કર્યા
ભાવનગર: વિક્રમ સવંત 2078 (Vikram Savant 2078)ના પ્રથમ દિવસે સૌ કોઈ એકબીજાને નૂતન વર્ષાભિનંદન અને હેપી ન્યુ યર પાઠવવા મશગુલ છે, એવામાં કેટલાક લોકો નવા વર્ષમાં સંકલ્પ પણ કરી રહ્યા છે, ત્યારે ETV BHARATએ તાપિબાઈ વિકાસગૃહ (Tapibai vikasgruh)ના માતાપિતા વિહોણી યુવતીઓ સાથે સંકલ્પને પગલે ખાસ વાતચીત કરી હતી.
યુવતીઓનો સંકલ્પ
ભાવનગર શહેરમાં આવેલી તાપિબાઈ વિકાસગૃહમાં રહેતા બાળકો માતાપિતા વિહોણા હોઈ છે. તાપિબાઈ વિકાસગૃહ આ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું કાર્ય કરે છે. તાપિબાઈમાં રહેતા અને યુવા અવસ્થા સુધી પોહચી ગયેલી યુવતીઓએ ઇટીવી ભારત સાથે વાતચીત કરી હતી અને યુવતીઓએ નવા વર્ષને વધાવવા બદલ લીધેલા સંકલ્પ વિશે પોતાના મત રજૂ કર્યા હતાં. યુવતીઓએ શિક્ષણ, નોકરી અને સમાજ પ્રત્યેના પોતાના સંકલ્પ રજૂ કર્યા હતા.
આ પણ વાંચો: વાપીના પ્રસિદ્ધ જલારામ મંદિરે કોરોના મહામારીને કારણે અન્નકૂટ અને જલારામ જયંતીના આયોજનો મૌકૂફ રખાયા
આ પણ વાંચો: સચિવાલય 3 દિવસ સુધી બંધ: સીએમ ભુપેન્દ્ર પટેલ જાહેર જનતા સાથે ઉજવશે નવું વર્ષ